Placeholder canvas

GTUની ઓનલાઈન મોકટેસ્ટ ‘ફલોપ શો’ બની : વિદ્યાર્થીઓમાં હોબાળો

અનેક છાત્રો લોગીંગ કરી શક્યા નહીં : સ્ક્રીન પર પ્રશ્નો આવ્યા પણ જવાબના વિકલ્પો ગાયબ : સર્વર ક્રેશ થતા સમય લંબાવવો પડ્યો : સીસ્ટમ સામે ઉઠેલા પ્રશ્નો

રાજકોટ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ઓનલાઈન મોક ટેસ્ટ માટે 1.19 લાખ વિદ્યાર્થીઓના મોટાઉપાડે રજીસ્ટ્રેશન કરાયા બાદ આજે પ્રથમ તબક્કામાં ડિગ્રી ઇજનેરી-ફાર્મસી સહિતની ફેકલ્ટીઓની મોકટેસ્ટ આજે સવારના 12.30 કલાક દરમિયાન આયોજિત કરવામાં આવી હતી. પરંતુ આ મોકટેસ્ટ ફલોપ શો સમાન બની રહેવા પામી હતી.

આ મોક ટેસ્ટ માટે વિદ્યાર્થીઓને સવારના 11.30 કલાકે લોગઇન કરાવવાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ વિદ્યાર્થીઓના ઓનલાઈન લોગઇન થઇ શક્યા ન હતા. ત્યારબાદ મોક ટેસ્ટ બપોરના 12 કલાકે શરુ થતા સ્ક્રીન ઉપર પ્રશ્ન દેખાયા બાદ તેના જવાબના વિકલ્પો ગાયબ થઇ ગયા હતા. જેના પગલે રાજકોટ સહિત રાજ્યભરના જીટીયુ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓમાં મોટો દેકારો બોલી ગયો હતો.

આ મોક ટેસ્ટ માટેનું સર્વર જ ક્રેશ થતા અનેક વિદ્યાર્થીઓ આ ટેસ્ટમાં બેસી નહીં શકવાના કારણે જીટીયુની આ સિસ્ટમ સામે પ્રશ્ર્નો ખડા થયા હતા. જો કે સર્વર ક્રેશ થયા બાદ જીટીયુના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ટેસ્ટ આપવાનો સમય લંબાવી દેવામાં આવેલ હતો.

અહી એ ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસની મહામારીને પગલે જીટીયુ સંલગ્ન કોલેજોના 4.50 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા હજુ લઇ શકાઈ નથી. આ સંજોગોમાં ઓનલાઈન ટેસ્ટનો વિકલ્પ ચકાસવા માટે જીટીયુ દ્વારા મોટા ઉપાડે આ મોક ટેસ્ટ આયોજિત કરવામાં આવી હતી. પરંતુ આ ટેસ્ટ ફલોપ શો સમાન બની રહેવા પામેલ હતી.

હવે પરીક્ષા સંદર્ભે જીટીયુ તંત્ર દ્વારા તાત્કાલીક નિર્ણય જાહેર કરવામાં આવે તેવું વિદ્યાર્થીઓ ઇચ્છી રહ્યા છે. જીટીયુ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ પરીક્ષાના ફોર્મ પણ હજુ ભરી શક્યા ન હોય ત્યારે પ્રોરેટા સિસ્ટમથી તેઓને આગળના સેમેસ્ટરમાં મોકલાશે કે પછી પરીક્ષા લેવાશે તે પ્રશ્ન હાલ અધ્ધરતાલ લટકી રહ્યો છે. હવે આ બાબતે જીટીયુ તેનો સ્ટેન્ડ જાહેર કરે તે જરુરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો