વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બાળકના જન્મદિવસ ઉપર પોલીસે આપી સરપ્રાઈઝ

બાળકનો પરિવાર બહાર ન નીકળી શકે એમ ન હોવાથી પુત્રના જન્મદિવસના સેલિબ્રેશન માટે જરૂરી તમામ સુવિધા સાથે પોલીસ પહોંચી

વાંકાનેર : વાંકાનેરની અરૂણોદય સોસાયટીને અગાઉ નોંધાયેલા પોઝિટિવ કેસને ધ્યાને લઈને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. તેથી, આ સોસાયટીના લોકો બહાર નીકળી શકે એમ ન હોવાથી ગઈકાલે આ સોસાયટીમાં રહેતા એક પરિવારના બાળકના જન્મદિવસ ઉપર પોલીસે સરપ્રાઈઝ આપી હતી.

આ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરજ બજાવતા એચ.એન.રાઠોડે વિગતો આપતા જણાવ્યું હતું કે વાંકાનેરની અરુણોદય સોસાયટીમાં અગાઉ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આથી, આ સોસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. આ સોસાયટીમાં રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને આ લોકોને કોઈપણ વસ્તુની જરૂરિયાત પડે તો તંત્ર દ્વારા તેમને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ કરાઈ છે અને લોકોને જરૂરી તમામ સુવિધાઓ તંત્ર દ્વારા પુરી પાડવામાં આવે છે.

દરમિયાન આ સોસાયટીમાં રહેતા શિવપ્રસાદ ગુંમ્મડીના એક વર્ષના દીકરા જીશ્નુ બીજાક્ષરનો જન્મદિવસ હતો. પણ આ પરિવાર બહાર નીકળી શકે એમ ન હોય અને પુત્રના જન્મદિવસની ઉજવણી માટે વસ્તુઓ લેવા ન જઈ શકે એમ હોય એ બાબતની જાણ થતા વાંકાનેર પીએસઆઇ સહિતનો સ્ટાફ ચોકલેટ, બ્લુન કેક સાથે એ સોસાયટીમાં પહોંચ્યો હતો અને આ તમામ વસ્તુઓ તે પરિવારને આપીને પુત્રના જન્મદિવસની ઉજવણીમાં પોલીસે સહભાગી બનીને પોલીસે સરપ્રાઈઝ આપી હતી અને પોલીસ ફરજ ઉપરાંત પ્રજાના સાચા હમદર્દ હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો