કુવાડવા: સાયપરમાં નરાધામે મહીલાને બબ્બે વખત હવસનો શિકાર બનાવી
રાજકોટ: કુવાડવાના સાયપર ગામે રહેતા એક મહિલા ઘેર હતા ત્યારે તેના ઘરમાં ઘુસી પટેલ શખ્સે છરી બતાવી સંતાનો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી બબ્બે વખત હવસનો શિકાર બનાવ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ મામલે કુવાડવા પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ આદરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કુવાડવાના સાયપર ગામમાં રહેતી એક 30 વર્ષિય મહિલાએ કુવાડવા પોલીસ મથકમાં દિનેશ ગોબરભાઈ કિયાડાએ દૂષ્કર્મ ગુજારી ધમકી આપ્યાની ફરિયાદ કુવાડવા પોલીસ મથકમાં નોંધાવી છે. આ મામલે પીઆઈ એમ.વી. વાળા સહિતનાં સ્ટાફે આરોપીને દબોચી લેવા કાર્યવાહી કરી હતી.
મહિલા પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. આજથી અઢી માસ પહેલા ગામમાં ભવાઈ નાટકવાળા રમવા આવ્યા હતા ત્યારે રાત્રીના સમયે પતિ ભવાઈ રમવા વાળાને જોવા ગયા હતાં તેની સાથે દીકરી અને એક પુત્ર પણ જોવા ગયા હતા તેમજ પરિણીતા તેમજ તેમની દીકરી ઘરે હતાં. દીકરી ઘરમાં સુઇ ગઇ હતી. અને પરિણીતા મકાનની ઓસરીમાં ખાટલા પર સુતી હતી ત્યારે લગભગ રાત્રિનાં સાડા અગીયારેક વાગ્યે ગામમાં રહેતો દિનેશ ગોબર કિયાડા (પટેલ) તે આવી અને પરિણીતા સાથે બળજબરીક કરવા લાગ્યો અને તેને દૂર કરવાની કોશિષ કરતાં પરિણીતાને છરી બતાવી કપડા કાઢી દૂષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યારબાદ તે ઘરમાં અડધી કલાક રોકાયો હતો અને પછી ત્યાંથી જતો રહ્યો હતો. પરિણીતાએ કોઇ રાડારાડી કરી નહોતી. તેનાથી પરિણીતા ડરી ગઇ હતી. અને પછી રાત્રિનાં બે વાગ્યાની આસપાસ પતિ અને બાળકો ઘરે આવેલા હતા જે તે વખતે પતિને આ બનાવની કોઇ વાત કરી નહોતી.
ત્યારબાદ તા. 15-5નાં રોજ બપોરનાં સમયે પરિણીતા ફળીયામાં પાણી ભરતી હતી અને પતિ તે વખતે ઘરે હાજર નહોતા. પુત્ર પણ ઘરની બહાર રમતો હતો. અને બન્ને દીકરીઓ રુમમાં સુતેલી હતી. ત્યારે પણ આ દિનેશ ગોબર કિયાડા ઘરે આવેલ હતો. અને તે વખતે પણ છરી લઇને આવી અને બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જતા જતા કહ્યું કે જો કોઇને કહીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરનાં માર્યા જે તે વખતે પતિને આ કોઇપણ જાતની જાણ કરેલ નહોતી. પાંચેક દિવસ પહેલાં પતિને આ બનાવની હકીકત જણાવતાં પતિએ પરિવારને જાણ કરી હતી અને ગામનાં સરપંચને સાથે રાખી કુવાડવા પોલીસ મથકમાં દિનેશ ગોબર કિયાડા વિરુધ્ધ બળાત્કાર અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…