Placeholder canvas

વાંકાનેર: સિંધાવદરના ગત્રાળનગરમાં 26 જેટલા લોકોને આશ્રય સ્થળ પર સુરક્ષિત રીતે ખસેડાયા…

ગામના પૂર્વ સરપંચ યુસુફભાઈ શેરસીયા અને ઇસ્માઇલભાઈ આઈએમપીએ ગત્રાળનગર આશ્રયસ્થળ પ્રાથમિક શાળાની પીએચસીની મુલાકત લઈ તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી.

વાંકાનેર: સિંધાવદર પીએચસીના ડોક્ટર અને તેમની ટીમ આવનાર વાવાઝોડું રૂપિ આફતમાં લોકોને તમામ પ્રકારની તબીબી સુવિધા પૂરી પાડવા માટે સજ થઈ ગઈ છે. તેમજ સિંધાવદર ગામના પેટાપરા ગત્રાળનગરમાં 26 જેટલા લોકોને ત્યાંની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. ટી એચ ઓ ડો શેરસિયાના માર્ગદર્શન મુજબ આ તમામ લોકોને ડોક્ટરની ટીમે મેડિકલ ચેકઅપ કર્યું હતું અને જરૂરી દવાઓ આપી હતી.

સિંધાદર પીએસસી અને ગત્રાળનગરની પ્રાથમિક શાળા, આશ્રય સ્થળની ગામના પૂર્વ સરપંચ યુસુફભાઈ શેરસિયા અને ઈસ્માઈલભાઈ આઈએમપી મુલાકાત લીધી હતી અને પ્રાથમિક શાળાના અને પીએસસીના સ્ટાફની કામગીરીનું નિરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથો સાથ આ કુદરતી આફત વાવાઝોડામાં ગમે ત્યારે કોઈપણ પ્રકારની જરૂર પડે તો દરેક રીતે મદદ કરવાની ખાતરી આપી હતી.

આ સમાચારને શેર કરો