મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના નવનિયુક્ત હોદેદારોનો સન્માન કાર્યક્રમ યોજાયો

જિલ્લાના વાંકાનેર , હળવદ , ટંકારા તથા માળિયા તાલુકાના મોટી સંખ્યામાં બ્રહ્મદેવ ઉપસ્થિત રહ્યા

By mukesh pandya – wankaner
મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ના વિવિધ પાંખના હોદેદારોની નિમણૂક બાદ પ્રથમ મિટિંગ મળી હતી જેમાં નવનિયુક્ત હોદેદારોનો પરિચય તથા સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી બ્રહ્મદેવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં અને જય પરશુરામ , જય મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

મોરબી પરશુરામ ધામ ખાતે ગત કાલ તા. ૦૫.૧૨.૨૦૨૧ ના રોજ સાંજે એક જિલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના તમામ હોદેદારોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા , મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઇ ઓઝા, મહિલા પાંખના મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિરણબેન ઠાકર , મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ , એડવોકેટ એન એન ભટ્ટ, નરેન્દ્રભાઈ જોષી ( નરુમામાં) દ્વારા વિવિધ હોદેદારોની વરણી ને આવકારવામાં આવી હતી અને ભગવાન પરશુરામનો ખેશ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતુ.

આ તકે મોરબી તથા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી અગ્રણીઓ , હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત બ્રહ્મદેવો દ્વારા પોતાના મંતવ્યો તથા સૂચનો રજૂ કરવામાં આવેલ તેમજ આગામી દિવસોમાં આવનાર સરકારી નોકરીઓ માટની સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપવા બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ બ્રહ્મસમાજના સર્વાંગી વિકાસ તેમજ સંગઠન , એકતા તથા અરસપરસ સહકાર આપવાની બાબતે અગ્રણીઓ દ્વારા વિશેષ મહત્વ આપેલ. મહાસભામાં ઉપસ્થિત તમામ બ્રહ્મદેવો દ્વારા ભગવાન પરશુરામદાદાની સમૂહ આરતી ઉતારી બ્રહ્મભોજન કરવામાં આવ્યું હતુ.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો