Placeholder canvas

ગુજરાતમાં આંદોલનોને ઠારવા સરકારની કવાયત, 5 મંત્રીઓની કમિટી રચી.

આંદોલન સામે નમતું નહિ મુકનાર ગુજરાત સરકારને હવે ચૂંટણી માથે આવીને ઊભી છે ત્યારે કોઈપણ આંદોલન પરવડે તેમ નથી, એટલા માટે આ આંદોલનને ઠારવા માટે પાંચ મંત્રીઓની એક કમિટી રચવી પડી છે. કેમકે માથે ચૂંટણી છે ત્યારે સરકાર વિરુદ્ધ સુર કે વાતાવરણ ઊભું થાય એ કોઈ કાળે પરવડે નહીં, એટલા માટે સરકાર એક્શનમાં આવી છે. આ સરકારના એક્શનના કારણે એવું બની શકે જે જે વિભાગની, સરકારી કર્મચારીઓને માંગણી સરકારે અત્યાર સુધી નથી સંતોષી તે તમામ મેદાનમાં ઉતરે અને પોતાની માંગણી ચૂંટણીના સમયે સરકારનું નાક દબાવીને પૂરી કરાવે…

ગુજરાતમાં અવારનવાર કોઇને કોઇ પડતર પ્રશ્નોને લઇ આંદોલનો થતા રહે છે. ત્યારે ચૂંટણી પહેલા નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. સરકારે પ્રશ્નોના નિરાકરણ માટે 5 મંત્રીઓની કમિટી બનાવી છે. ગુજરાત સરકારે ચૂંટણી પહેલા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે 5 મંત્રીઓની એક કમિટી બનાવી કે જેમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઇ, બ્રિજેશ મેરજા અને હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે. મહત્વનું છે રાજ્યમાં અવારનવાર કોઇને કોઇ માંગણીને લઇને આંદોલનો થતા રહે છે. જેવાં કે, આશા વર્કર અને આંગણવાડીના કર્મચારીઓની માનદ વેતનમાં વધારાની માંગ, ખેડૂત આંદોલન, LRD પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મીઓના આંદોલન અને પૂર્વ સૈનિકોના આંદોલન જેવાં અનેક મુદ્દાઓને લઈને સરકારને ઘેરવામાં આવે છે. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા જ સરકાર સફાળી જાગી છે અને નાગરિકોના તેમજ કર્મચારીઓના પ્રશ્નોના હલ માટે એક કમિટી બનાવી છે.

રાજ્યમાં અવાર નવાર આંદોલનો જોવા મળે છે. ગુજરાતમાં વારંવાર વિવિધ માંગણીને લઇને અલગ-અલગ કર્મચારી યુનિયન, કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન, પૂર્વ સૈનિકોના આંદોલનને લઈને સરકાર ચિંતામાં જોવા મળી છે. મહત્વનું છે કે, સરકારને હવે આગામી ચૂંટણીમાં આંદોલનોથી કોઈ પણ જાતનું નુકસાન થાય તે પાલવે તેમ નથી. ત્યારે વડાપ્રધાને પણ વિવિધ મુદ્દાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટેની સૂચનાઓ આપી હતી.

રાજ્યના કર્મચારીઓની પડતર માંગોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. આ કમિટીમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણાંમંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રિજેશ મિરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યો રાજ્ય સરકારનાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે. આ તમામ સંગઠનો આંદોલનરૂપે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યાં છે. તદુપરાંત કેટલાક કર્મચારીઓમાં ફેલાયેલી એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો