Placeholder canvas

વાંકાનેરમાં બનેલું ડુબલિકેટે તમાકુ જામનગરના ત્રણ શખ્સો ચોટીલા વેચવા જતા પકકડાયા

ચોટીલામાં ઘુસાડવાના પ્રકરણમાં પોલીસે રૂા. 4.74 લાખના મુદામાલ સાથે ત્રણને પકડી પાડયા

ચોટીલા: વિમલ પાન મસાલા, બાગબાન તમાકુ વિંગેરે બ્રાન્ડની એમ.ફોર.યુ. ઈન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ સર્વિસીસ કંપનીમાં ફરજ બજાવતા હિરેનભાઈ મુકેશભાઈ પટેલને માહિતી મળી હતી કે જામનગરથી ચોટીલા શહેરમાં બાગબાન તમાકુ-138ના નાના મોટા તમાકુનાં ડુપ્લીકેટ ડબ્બા વેચાણ અર્થે આપવા શખ્સો આવનાર છે. તેથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે તેમને સાથે રાખી ચોટીલા ચામુંડા તળેટીથી ગામમાં જવાના રસ્તે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી મારૂતિ કાર અને ઓમની કાર આવતા તેને અટકાવી તલાશી લેતા રૂા.27,4960ની કિંમતનાં 868 નંગ નાના-મોટા ડુપ્લીકેટ તમાકુના ડબ્બા મળી આવ્યા હતા.

પોલીસે જામનગરનાં ઈશ્વરભાઈ ખીમજીભાઈ ચૌહાણ, ચોટીલાનાં અસરફભાઈ નીઝારભાઈ કલાડીયા અને જયદીપ ઉર્ફે શ્યામભાઈ કિશોરભાઈ આડતીયાની કોપી રાઈટ એક્ટ મુજબ અટક કરી તમાકુનો જથ્થો, બે કાર વિગેરે મળી કુલ રૂા.4,74,960નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે. આ બનાવમાં નકલી તમાકુનો જથ્થો વાકાનેરનાં ભરાયો હોવાનું ખુલતા ચારેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો