સરકારની કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર : ધો.1થી 9ની શાળાઓ બંધ.

મોરબી : રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી તા.15 સુધીની કોરોનાની ગાઈડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં 1થી 9નું ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે 10 શહેરોમાં જ રાત્રી કરફ્યુ લાદવામાં આવી છે. જેથી મોરબીમાં અને મોરબી જિલ્લાના કોઈપણ તાલુકામાં રાત્રી કરફ્યુનું નિયંત્રણ રાખવામાં આવ્યું નથી.

જ્યારે લગ્નમાં તથા સમારોહમાં ખુલ્લી જગ્યામાં 400, અંતિમવિધિમાં 100 લોકોની મર્યાદા રાખવામાં આવી છે. જ્યારે થિયેટર-જિમ-સ્પા 50 ટકાની મર્યાદામાં ચાલુ રાખવાની છુટ આપવામાં આવી છે.

રાજ્ય સરકારની મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સમગ્ર સ્થિતિ મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની ધોરણ 1થી 9ની શાળાઓમાં તાત્કાલિક અસરથી ઓફલાઈન શિક્ષણ 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યૂએટ કોર્સ સુધીના કોચિંગ સેન્ટરો, ટ્યૂશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના સેન્ટરોમાં વિદ્યાર્થીઓની 50 ટકા હાજરી સાથે ચાલુ રાખી શકાશે. 

રાત્રિ કર્ફ્યૂના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે

  • બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
  • મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
  • રાત્રિ કર્ફ્યુના સમયગાળા   દરમિયાન રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભ યોજી   શકાશે નહી.
  • આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
  • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
  • અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
  • તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આજે શુક્રવારે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જો અધિકારીઑની વાત કરીએ તો ચિફ પ્રિન્સિપાલ સેક્રેટરી, મુખ્ય સચિવ. રાજ્ય પોલીસ વડા અધિક મુખ્ય સચિવ  જેવા ટોચના અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો