Placeholder canvas

રાજ્ય સરકારનો લેખિત સ્વીકાર રાજ્યમાં શિક્ષણની હાલત સાવ કથળી ગઈ છે. !!

ગુજરાતમાં ભાજપના આગેવાનો દ્વારા રાજ્ય સરકારની વાહ વાહી અને ગુણગાન સતત તમે સાંભળતા આવ્યા છો અને એમાં શિક્ષણની વાહ વાહી કરવામાં પણ કયારે પાછી પાની કરી નથી. જ્યારે હકીકત એવી સામે આવી છે કે રાજ્ય સરકાર ખૂદે જ લેખિતમાં રાજ્યની શૈક્ષણિક સ્થિતિનો જવાબ આપ્યો છે તેમાં એવું સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં શિક્ષણની હાલત સાવ કથળી ગઈ છે. આમ છતાં ભાજપ અને સરકાર ગુજરાતમાં શૈક્ષણિક સ્તરની વાહ વાહી કરશે ગુણગાન ગાશે જ ત્યારે રાજ્ય સરકારે એક લેખિત પ્રશ્નોનો જવાબ શું આપ્યો એ જોઈએ…

ગતિશીલ ગુજરાતમાં શિક્ષણની હાલત દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા. જેનો સરકારે લેખિતમાં જવાબ આપતા ચોંકાવનારી વિગતો સામે આવી. સરકારે સ્વીકાર્યું કે, રાજ્યમાં 926 શાળામાં એક જ શિક્ષક ફરજ બજાવે છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ ધોરણ 1થી 5 જોવા મળી છે. એટલું જ નહીં રાજ્યની 7 હજાર 599 શાળાઓ પતરાવાળી છે.!!! જ્યારે 2 હજાર 574 શાળાઓની હાલત ખખડધજ છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. મહત્ત્વનું છે કે, રાજ્યમાં રૂપાણી સરકારથી માંડીને ભૂપેન્દ્ર પટેલની સરકારે શિક્ષણ વિભાગ પાછળ 99 હજાર 558 કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમ છતાં શિક્ષણની હાલત દિવસેને દિવસે બદથી બદતર થતી જઈ રહી છે.

આ સમાચારને શેર કરો