વાંકાનેર:અકસા ફટીલાઈઝર વાળા ઈસ્માઇલભાઈ માથકિયા ઉપર સરા જાહેર હુમલો

(અપડેટ સમય:- 12:30am)

વાંકાનેર: આજે રાત્રે અકસા ફટીલાઈઝર વાળા ઇસ્માઇલભાઇ માથકિયાની વાંકાનેર નેશનલ હાઈવે જકાતનાકા પાસે આવેલ ગોલ્ડન કોમ્પલેક્ષમાં તેમની ઓફિસેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની ઉપર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે.

મળેલી માહિતી મુજબ આજે 11:00 થી 11:30 ની આસપાસ ઈસ્માઈલભાઈ માથકિયા પોતાની ઓફિસેથી રોકડ રકમ લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઓફિસ નીચે કોઈ અજાણ્યા ચાર-પાંચ શખ્સોએ તેની સાથે ઝઘડો કર્યો હતો ત્યારે ઈસ્માઈલભાઈ ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે આ શખ્સોએ ગુલશન પાર્ક સુધી તેમનો ફોરવીલમાં પીછો કર્યો હતો. અને એવન ફ્લેટસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મારામારી કરી હતી.

એવન કોમ્પ્લેકસમાં દેકારો થતાં લોકો ત્યાં દોડી આવ્યા હતા જેથી આ શખ્સો પોતાના ફોરવીલમાં ત્યાંથી ભાગી છૂટયા હતા, થોડીવારમાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સંપૂર્ણ ઘટનાની ફરિયાદ કરવા માટે ઇસ્માઇલભાઈ અને આજુબાજુના વિસ્તારના લોકો વાંકાનેર શહેર પોલીસ મથકે દોડી ગયા હતા. છેલ્લે મળેલી માહિતી મુજબ એક્ શખ્સ અને ફોરવીલ ઝડપાયેલ છે.

આ ઘટનાથી કેટલાંક પ્રશ્નો ઉભા કરે છે. શું આવા માથાભારે શખ્સોને પોલીસનો કોઇ ડર નથી ? આજે ઈસ્માઈલભાઈ માથકિયા ઉપર કરેલો હુમલો એ શું લૂંટનો ઈરાદો હતો કે પછી અન્ય કોઈ કારણ? પોલીસે આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી અને અસામાજિક તત્વોને એક મેસેજ આપવો રહ્યો જેથી આવી બીજી ઘટના ન ઘટે…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો