Placeholder canvas

RTE એડમિશન માટેના ફોર્મ ભરવાની આજથી શરૂઆત…

right to education : આ વર્ષે RTE હેઠળ 70 હજાર જેટલા બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આજે રાજ્યભરની શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થશે. આજે 30 માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે. વાલીઓ 11 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે RTE હેઠળ 70 હજાર જેટલા બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. 

રાજ્યના નબળા અને વંચિત જૂથના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ અપાય છે. ત્યારે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ખાનગી શાળાઓના ધોરણ-1 માં આશરે 70 હજાર બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફોર્મ ભરી શકાશે. પ્રવેશ લેવા માટે વાલીઓએ 11 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. rte.orpgujarat.com વેબસાઈટ પર વાલીઓએ જરૂરી દસ્તાવેજ અપલોડ કરી અરજી કરવાની રહેશે. 16 એપ્રિલ સુધીમાં આવેલી ઓનલાઇન અરજીઓની જિલ્લા કક્ષાએ ચકાસણી કરાશે. જેના બાદ 17 થી 19 એપ્રિલ દરમિયાન અમાન્ય અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાની અરજદારોને તક અપાશે. અમાન્ય થયેલી અરજીઓ કે જેમાં ફરી ડોક્યુમેન્ટ અપલોડ થયા હશે એવી અરજીઓની પુન ચકાસણી 17 થી 21 એપ્રિલ દરમિયાન થશે. 26 એપ્રિલે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર થશે. 

ત્રણ દિવસમાં ભૂલ સુધારી શકાશે
આ વર્ષે ઓનલાઈન ભરાતા ડોક્યુમેન્ટ્સને સુધારો કરવાની તક આપવામાં આવી છે. ગત વર્ષે આવી અનેક ફરિયાદો આવી હતી, જેને પગલે આ વર્ષે ડોક્યુમેન્ટ્સ સુધારા માટે ત્રણ દિવસ આપવામા આવ્યા છે. 17 થી 19 એપ્રિલ દરમિયાન અમાન્ય અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાની અરજદારોને તક અપાશે. જેમાં જે વાલીઓએ આવકના દાખવા, સ્કુલ લિંવિગ સર્ટિફિકેટ કે પછી કોઇ પણ દસ્તાવેજમાં અપલોડ કરવાની ભુલ કરી હશે તો આ ત્રણ દિવસમાં સુધારી શકાશે. કે પછી આવક કે જાતિના દાખલા રજુ કરવાના બાકી હોય તો રજુ કરી શકાશે. ગત વર્ષે આવી અનેક ફરિયાદો આવતા અલગ દિવસોમાં ફાળવવામાં આવ્યા હતા. આથી આ વર્ષે આ વાતનું પુનરાવર્તન નહીં થાય તે માટે અલગ થી ત્રણ દિવસ ફાળવ્યા છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો