Placeholder canvas

પેટા કોન્ટ્રકટરને આપેલ રૂપિયા ૩,૦૮,૦૦૦/- ના ચેક રીટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

વાંકાનેર: પેટા કોન્ટ્રકટરને આપેલ રૂપિયા ૩,૦૮,૦૦૦/- ના ચેક રીટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની હકીકત એવી છે કે વિપુલભાઈ મધાભાઈ મકવાણા વઘાસીયા ટોલનાકા પાસે રહેતા અજીતકુમાર બીજુબીની સાથે પેટા કોન્ટ્રકટમાં કામ કરતા હોય વિપુલભાઈ મધાભાઈ મકવાણાને તેની લેણી રકમ ચુકવવા માટે અજીતકુમાર બીજુબી એ ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા આ અજીતકુમાર બીજુબીની વિરુધ રૂ.૩,૦૮,૦૦૦/- ના ચેક રીટર્નનો કેસ વિપુલભાઈ મધાભાઈ મકવાણા એ દાખલ કરેલ હતો.

આ કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદી કોર્ટમાં પોતાનું લેણું સાબિત કરી શકેલ નહિ અને આ કામના આરોપીએ ફરિયાદી પાસે રહેલ ચેકનો દુરુપયોગ કરેલ હોય જેથી આ કામના આરોપીના વકીલ ફારૂક એસ.ખોરજીયાએ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ રાખીને કરેલ દલીલોને માન્ય રાખી અને આ કામના આરોપી અજીતકુમાર બીજુબી ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામના આરોપી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા અને નાસીર એમ.જામ રોકાયેલ હતા.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો