Placeholder canvas

પંચમાટે પરમેશ્વરે ફેસલો કરી દીધો હવે કાલે તંત્ર જાહેર કરશે. રોંઢા સુધીમાં ચિત્ર ચોખ્ખુ

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા ગામ પંચાયતની ચૂંટણીમાં એક પણ ઉમેદવાર ખોંખારો ખાઈને જીતના દાવા કરી શકે એવુ નથી. રાજકીયકિડા અંકોડા મેળવવા ફટફટિયું ફેરવી રહા છે તો સવારથી સટ્ટાબજાર ખુલી જતા હારજીત ઉપર દાવ લાગવા માંડ્યા છે.

ટંકારા તાલુકાની ૨૨ ગામ પંચાયતની ચુંટણીમાં ૮૦% જેટલુ જંગી મતદાન થયા પછી રાજકીય આગેવાનો હાર જીતના આંકડા મેળવવા ખાનગીમાં ગૃપ બેઠકો ટેલીફોનિક સંપર્ક અને ડોર ટુ ડોર સંપકોઁ કરી રહા છે અને હારજીત માટે આગોતરા એધાણ મેળવી રહ્યા છે પરંતુ મતદાતાઑ પણ ભારે શાણા બની ને પોતાનુ મન કોઈને કળવા દેતા નથી. દરેક ઉમેદવારના ટેકેદારને રૂડી લાગણી નો દેખાડો કરી રાજકિય ઉમેદવાર સામે સામી રાજરમત રમી ને તેમના તરફી હોવા ના ડોળ કરતા જોવા મળે છે.

ટંકારાની સૌથી મોટી પંચાયતની વાત કરી તો ટંકારા ગામ પંચાયતની ચૂંટણીમાં અધધધ ૭૮.૪૧% મતદાન થયું છે ૯૦૨૬ મત માથી ૭૦૭૮ મત પેટીમાં પડ્યા છે જેથી શહેરના રાજકીય કીડા કોના તરફ કેટલું મતદાન થયુ કોણ જીતશે અને કોણ હારશે એવુ આકલન કરી અંકોડા મેળવી રહ્યા છે.

હાલતો ઍકપણ ઉમેદવાર છાતી ઠોકી ને જીતવાનો દાવો કરી શકવા ની સ્થિતી માં નથી.પરતુ સટા બજારમાં ચુંટણી ના ચુકાદો શું હશે ના ભાવ સાથે અત્યારથીજ બજાર ગરમ છે અને શરતો લાગવાનુ ચાલુ થઇ ગયુ છે. જે છેલ્લા ફેંસલા સુધી બજાર ગરમ રહશે.

અને મહત્વની વાત એ છે કે પંચો કોણ બનશે એનો ફેસલો પરમેશ્વરે કરી પેટીમાં પેક કરી દીધો છે ત્યારે આવતી કાલે ચુંટણી પંચ એને જાહેર કરી મહોર લગાવી દેશે જે રોઢા સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

આ સમાચારને શેર કરો