Placeholder canvas

વાંકાનેરમાં સાંજના 7:30 વાગ્યે વિકાસ કોટેક્ષના પાર્ટનરની ગાડી પર હુમલો કરીને 27 લાખની લૂંટ

વાંકાનેર: આજે સાંજના 7:30 વાગ્યે 27 નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામ પાસે આવેલ વિકાસ કોટેક્ષ પાર્ટનરની ગાડી પર હુમલો કરીને 27 લાખની લૂંટ કરવામાં આવી છે.

મળેલી માહિતી મુજબ આજે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ વિકાસના જુના જીન પાસેથી ૨૭ લાખ રૂપિયા બે થેલામાં લઇને તેમજ વહીવટનું સાહિત્ય અને ચેક બે થેલામાં લઈને સ્વીફ્ટ ગાડી માં ઘરે જઈ રહ્યા હતા ત્યારે ગાડી ઉપર અચાનક હુમલો કરીને બે થેલામાં રહેલા ૨૭ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને બે લૂંટારૂઓ ભાગી ગયા છે. જ્યારે ગાડીમાં રહેલા યુસુફભાઈ માથકિયાને છરી લાગતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

ઘટનાની જાણ થતા જ વાકાનેર શહેર પીએસઆઇ જાડેજા અને એલસીબી મોરબી ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો