Placeholder canvas

લીંબડીમાં ઘોડીપાસાની જુગાર ક્લબ પર રેઇડ: વાંકાનેરના 2 સહિત 38 શખ્સો ઝડપાયા…

એક વાંકાનેર તાલુકાના રાણેકપર ગામનો અને એક વાંકાનેર શહેરના ચાવડી ચોકનો રહેવાસી ઝડપાયો…

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના સૌકા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં ચાલતી જુગાર ક્લબ પર એલસીબીએ રેઇડ કરી હતી.જેમાં રોકડા રૂ. 24.21 લાખ મળી કુલ રૂ. 28.77 લાખના મુદામાલ સાથે 38 જુગારીઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જેમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડોમાં મસમોટું જુગારધામ ઝડપાયુ હતુ.જેમાં કુલ 40 જુગારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.આ જુગારના ગુન્હામાં નાસી ગયેલા બે ક્લબ સંચાલકને પકડી લેવા તજવીજ આદરી છે.

સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના સૌકા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદીની રાહબરીમાં એલસીબીના પી.એસ.આઇ વી.આર. જાડેજા, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હકીકતને આધારે તનવીરસિહ જીતેન્દ્રસિંહ ઝાલા (રહે.સૌકા તા. લીંબડી), ગીરીરાજસિંહ ઝાલા(રહે.સૌકા તા.લીંબડી) રવિરાજસિંહ ઉર્ફે નાનભા રણજીતસિંહ ઝાલા (રહે.લીંબડી)એમ ત્રણેયે ભેગા મળી લીંબડી તાલુકાના મૌકા ગામની સીમ,લીયાદના કાચા માર્ગે, રાજપાલસિહ વિક્રમસિંહ ઝાલાના પડતર ખેતરમાં પ્લાસ્ટીકના મીણીયાથી છત તેમજ સાઇડમાં પતરાની ઓરડી બનાવી માણસો બોલાવી ધોડી પાસાનો જુગાર રમાડતા હોયજે મામલે અલગ અલગ ટીમોએ વિસ્તાર કોર્ડન કરી રાજકોટના 16 સહિત કુલ.38 આરોપીઓને રોકડા રૂ.24,21,000,મોબાઇલ નંગ-8 કિ.રૂ.55,000,ગુદડી પાસા નગ-4,સ્ટીક-1 તથા ટાટા જેનોન ગાડી-2 કિ.રૂ.4,00,000/- મળી કુલ રૂ.28,77,000/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ ગુન્હામાં આરોપી તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઉર્ફે નાનમ રણજીતસિંહ ઝાલા નાસી જતા તેઓની પણ શોધખોળ આદરી છે. આ રેડમાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામનો પૂર્વ સરપંચ અલ્તાફ પણ ઝડપાયો છે.

જુગાર ક્લબમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો
નવદીપસિંહ ગીરીરાજસિંહ ઝાલા(રહે.સૌકા તા.લીંબડી), કાળુભાઇ છેલાભાઇ ગોલતર (રહે,સુરેન્દ્રનગર 80 ફુટ રોડ જકાતનાકાની સામે), નરોત્તમભાઇ હિરજીભાઇ મકવાણા (રહે,શીવપુર, ખંઢેરી સ્ટેડીયમ નારયણકા તા.જી.રાજકોટ), વિશાલભાઇ પ્રવિણભાઇ રાબા (રહે,ધ્રાંગધ્રા કુભારપરા ચબુતરાવાળી શેરી), રાજેશભાઇ મોહનદાસ મંદાની(રહે,ઉલાસનગર શોભરાજ ગાર્ડન બેઠીચાલ રૂમ નં.2 જી.થાના મહારાષ્ટ્ર હાલ રહે,સીકા ગામ તા.લીંબડી),વહાબભાઇ અબ્દુલભાઇ મામણ (રહે.ભુજ ન્યુ રેલ્વે સ્ટેશન બાજુમાં બાપા દયાળુ નગર જી.કચ્છ), જયદીપભાઇ પ્રવિણભાઇ પાઠક(રહે.રાજકોટ કોટડા સાગાણી મેઇન રોડ શીવસાગર સોસાયટી),લાલાભાઇ ઉર્ફે જયુ મનુભાઇ ચાવડા (રહે,આંકડીયા તા.વિછીયા જી.રાજ્કોટ), મહેશભાઇ વજુભાઇ દોષી(રહે.9/14 જયરાજ પ્લોટ કેનાલરોડ),રાહુલભાઇ ચંદુભાઇ ઝીઝુવાડીયા(હે.લીંબડી રેલ્વે સ્ટેશન રોડ ચુનારાવાડ),અલ્તાફભાઇ હસનભાઇ માથકીયા (રહે.રાણેકપર તા.વાંકાનેર જી.મોરબી), બસીરભાઇ હુશૈનભાઇ જેસાણી મુ.માન(રહે.જંગલેશ્વર શેરી નં.28 તવકલ ચોક રાજકોટ),ભનુભાઇ સોડાભાઇ સભાડ (રહે.રાજકો શ્રમજીવી સોસાયટી ચુનારાવાડ શેરી નં.4), અલીમહમદ હાજીભાઇ કોગદા(રહે.જંગલેશ્વર શેરી નં.રર તવકલ ચોક રાજકોટ), ભીમાભાઇ પનાભાઇ ઝાપડીયા(રહે,માલણપુર તા.રાણપુર જી.બોટાદ), દિગ્વિજય બનેસંગભાઇ દરબાર(રહે.આબલીચોક જી.સુરેન્દ્રનગર), ઇન્દુભાઇ નાનજીભાઇ હેમનામ(રહે.રાજકોટ કેનાલ રોડ ગુંદાવાડી),મુસ્તુફાભાઇ હાકીમભાઇ મુલતાણી (રહે.વાકાનેર ચાવડી ચોક જી.મોરબી),સાગરભાઇ વિજયભાઇ સોજીત્રા(રહે.રાજકોટ ગુદાવાડી મેઇન રોડ લક્ષ્મીવાડી શેરી નં.15),જગદીશભાઇ હમીરભાઇ પરમાર(રહે.બોટાદ તુરખારોડ મોરારીનગર-2),દીપક મુકેશભાઇ નિમાવત (રહે.રાજકોટ માયાણીનગર આવાસ ક્વાટર્સ બ્લોક-11 રૂમ-2469),જગદીશભાઇ જેરામભાઇ જુનીવાડા(રહે.જામનગર ઇન્દીરા સોસાયટી શેરી નં.10), હમીરભાઇ ઉર્ફે બાજી મોહિજભાઇ પટેલ(રહે.રાજકોટ રણછોડ નગર શેરી નં.18), પ્રવિણભાઇ જીવરામભાઇ રાજ્યગુરૂ(રહે.રાજકોટ કોઠારીયા ગામ તા.જી.રાજકોટ), મુકેશભાઇ મનુભાઇ મહેતા(રહે.જસદણ વિછીયારોડ વૃંદાવન સોસાયટી જસદણ જી.રાજ્કોટ), ક્રષ્ણદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા(રહે.લીંબડી વિધાનગર સોસાયટી સ્ટેશન રોડ),નિજારભાઇ અમીરભાઇ બક્ષરીયા ઉવ.29 (રહે.લીંબડી ફીદાઇબાગ ઓનેસ્ટ હોટલ સામે),વિજયભાઇ કનુભાઇ રાધનપરા(રહે,રાજકોટ પ્રહલાદ પ્લોટ-44, પેલેસ રોડ, રાજકોટ),આરીફભાઇ ગફારભાઇ ધાનાણી (રહે,જંગલેશ્વર શેરી નં.27 તવકલ ચોક રાજકોટ),ઇમરાન આરીફભાઇ સોલંકી(રહે,જંગલેશ્વર શેરી નં.29 તવકલ ચોક રાજકોટ),ડાડામીયા મહમદમીયા પીરજાદા( રહે,હડાળા તા.જી.રાજકોટ),સોયબ અલાઉદીનભાઇ બેલીમ (રહે,દ્વારકા ટીવી સ્ટેશન પાસે સરકારી સ્કુલ પાસે જી.દ્વારક),રમેશભાઇ વલ્લભભાઇ ગજેરા(રહે માખીયાણા તા.જી.જુનાગઢ),અમીનભાઇ હાસમભાઇ સુમરા(રહે,રાજકોટ જીલ્લા ગાર્ડન ચોક ઘાંચીવાડ),જીતેન્દ્રભાઇ બચુભાઇ પરમાર(રહે,રાજકોટ સહકાર શેરી નં.8),રમેશભાઇ ભીમજીભાઇ માતરીયા(રહે,પીપળીયા તા.વિચ્છીયા જી.રાજકોટ),દિનેશભાઇ ભગવાનભાઇ કાટોડીયા(રહે.સુરેન્દ્રનગર દાળમીલ રોડ, મફતીયુપરૂ શેરી નં.2) અને અલ્માસભાઇ ફારૂકભાઇ શેખ(રહે.લીંબડી, નંદનવન હોટલ મુળ રહે.તાલેપુરા તા.જી.પાલનપુર).

આ સમાચારને શેર કરો