Placeholder canvas

વાંકાનેર: ગાયત્રી પરિવાર દ્વારા હિન્દુ સંસ્કૃતિ મુજબ શાસ્ત્રોકત વિધિ વડે આદર્શ લગ્નનો શુભારંભ.

વાંકાનેર: શ્રી ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ શાસ્ત્રોકત વિધિ વડે આદર્શ લગ્નનનો શુભારંભ થઈ ગયો છે. ગત તા. 24/11/2022 ને ગુરુવારના રોજ ભાવિકભાઈ સિદ્ધપરા અને ડિમ્પલબેન મારુ ના પ્રથમ લગ્ન યોજાયા હતા.

આજના સમયની અનુકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દરેક જરૂરિયાતમંદ પરિવારોને ગાયત્રી પરિવાર વાંકાનેરના નિયમોને આધીન આદર્શ લગ્ન કોઈ પણ શહેરના લોકો ને કોઈ પણ ખર્ચ વગર કરાવી આપવામાં આવશે…. સ્થળ:- ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર

આદર્શ લગ્નના નિયમો :-

1 = લગ્ન ના દિવસે સવારે 09:00 વાગ્યે આવી જવાનું રહેશે…
2= સવારે 09:00 થી 10:00 ચા અને નાસ્તો રહેશે…
3= સવારે 10:00 થી 12:00 લગ્ન વિધિ રહેશે…
4= 12:30 થી ભોજન સમારંભ
5 = બપોરે 03:00 વાગ્યા સુધી મા વિદાય
6= લગ્નમાં ઢોલ નગારા ડીજે સ્વાગત ફટાકડા આવકાર્ય નથી..
7 = લગ્નની ફોટોગ્રાફી કરી શકાશે..
8 = લગ્નમાં વર અને કન્યા પક્ષ બંનેના 25/ 25 લોકો ટોટલ 50 લોકોને જ આવવાનું રહેશે…

વધુ વિગત માટે નીચેના નંબર અથવા ગાયત્રી શક્તિપીઠ વાંકાનેરનો કોન્ટેક્ટ કરવો.. અશ્વિનભાઈ રાવલ:- 9825120978, રાહુલ જોબનપુત્રા:- 9265066096

આ સમાચારને શેર કરો