skip to content

સિંધાવદર: ગત્રાળનગર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી….

સિંધાવદર: ગાત્રાળનગર પ્રાથમિક શાળામાં 74માં પ્રજાસત્તાક પર્વની યુસુફભાઈ શેરાસીયાના ( EX. કારોબારી ચરમેનશ્રી જિલ્લા પંચાયત મોરબી.) આઘ્યક્ષ સ્થાને “દીકરીની સલામ દેશ કે નામ ” અંતરગત સિતાપરા આરતી લાભુભાઈ ના હાસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં Ex. સરપંચશ્રી ઇસ્માલભાઈ પરસરા(આઇ.એમ.પી ) લાભુભાઈ ઉપસરપંચશ્રી અબ્બાસભાઈ શેરસીયા. એસ.એમ. સી. અધ્યક્ષ રણછોડભાઈ, શાળાના પ્રિન્સીપાલ ઝાકીર શેરસીયા, ડૉ. ગની પટેલ, રૂકશાના પટેલ તથા તમામ સ્ટાફ તથા વિશાળ સંખ્યામાં વાલી અને ગ્રામજનો એ હાજરી આપી હતી.

શાળાના બાળકો દ્વાર વિવિધ સાંસ્કતિક કાર્યક્રમ રજુકરવામાં આવ્યા અને ગ્રામજનો તથા બાળકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો.આ ઉપરાંત વિદ્યાર્થી ભાઈઓ/બહેનોનો ઉત્સાહ વધારવા છેલ્લે શાળા તરફથી તમામ બાળકોને ઈનામ વિતરણ કરી પોતાની પ્રતિભા બહાર લાવાવા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગ્રામ પંચાયત તરફથી આવેલ પ્રસાદી વિતરણ કરી શાળાના આચાર્યએ આભાર વિધિ કરી સફળ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

આ સમાચારને શેર કરો