Placeholder canvas

મોરબીમાં સીટી મોલની બાજુમાં ગેસ લીક થતા લાગી આગ…

મોરબીમાં આજે ગેસ લીકના કારણે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ભક્તિનગર સર્કલ નજીક આવેલ સીટી મોલની બાજુમાં એક ખાલી વંડામાંથી પસાર થતી ગેસની લાઈનમાં લીક થયું હતું અને ગેસ લીક થતા આગ ભભૂકી હતી. આ આગ એટલી ભીષણ હતી કે, તેની લપટો ઉંચે ઉડીને ઓવરબ્રિજ સુધી પહોંચી ગઈ હતી. જેને પગલે ઓવરબ્રિજમાંથી પસાર થતાં રાહદારીઓ અને તેની બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષના રહેલા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આ લાગેલ ભીષણ આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર-દૂર સુધી ઉડી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા ગેસ કંપનીના અધિકારીઓ અને ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ લાગવાનું કારણ શું છે તેની ચોક્કસ માહિતી હાલ પ્રાપ્ત થઈ નથી.

નોંધનીય છે કે, હાઈવે પર આગ લાગી હોવાથી ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જેને પગલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકનો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક કીલયર કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો