Placeholder canvas

વાંકાનેર: વસુંધરા ગામે ખનીજ ચોરી નહિ પણ, આખે આખી બેલાની ખોટી ખાણ પકડાણી !!

મોરબી : બેફામ ચાલતી ખનીજ ચોરી વચ્ચે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે આખેઆખી બેલાની ગેરકાયદેસર ખાણ પકડાણીમાં જેમાં લાઇમ સ્ટોનની રૂપિયા 11 લાખથી વધુની ખનીજ ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપર વાઇઝર મિતેશભાઈ રામભાઈ ગોજીયાએ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે લાઇમસ્ટોન ખનિજની 2188.2 મેટ્રિક ટન ખનીજ ચોરી બદલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ 11,02,763ની ખનીજ ચોરી અંગેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી પાંચ ઇલેક્ટ્રિક મોટર તેમજ પથ્થર કાપવાની છ ચકરડીઓ કબ્જે લઈ ગુજરાત મિનરલ્સ એકટ અન્વયે ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો