મોરબી જીલ્લામાં આજે કોરોનાના ૨૧ કેસ નોંધાયા, વધુ એક મોત
મોરબી જીલ્લામ આજે કોરોનાના ૨૧ કેસ પોઝીટીવ નોંધાયા છે તો વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં કોરોનાના ૧૨૪૨ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૨૧ કેસ પોઝીટીવ નોંધાયા છે.મોરબી તાલુકા ૧૫ કેસ નોંધાયા છે જેમાં ગ્રામ્ય ૩ અને શહેરમાં ૧૨, વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં ૧, હળવદના ગ્રામ્ય વિસ્તારમાં ૧, ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ૪ કેસ પોઝીટીવ નોંધાયા છે તો વધુ ૧૧૪ દર્દીઓ સાજા થયા છે
મોરબી જીલ્લામાં ચિંતાજનક રીતે મૃત્યુ આંક વધી રહ્યો છે જેમાં આજે ફરી એક મૃત્યુ નોંધાયું છે જેમાં માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 54 વર્ષ ના પુરુષનુ કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું હતું તો કોરોના ની સાથે તેઓને અન્ય કોઈ બીમારી ન હતી.