Placeholder canvas

વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં જુગાર રમતી 5 મહિલા ઝડપાઈ

વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભાટિયા સોસાયટી ત્રિલોકધામમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતી હંસાબેન મનહરલાલ ખંઢેરીયા, યાસ્મીન મહેબુબ મહેસાણીયા, જ્યોતિબેન ભરતભાઈ વાંજા, વર્ષાબેન દિનેશભાઈ સોમાણી અને પારૂલબેન મુકેશભાઈ પરમાર રહે બધા વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૩૯૦ જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો