Placeholder canvas

વાંકાનેર: કણકોટ ગામ પાસે ચક્કર આવતા બાઇકમાંથી પડી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત.

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીકથી બાઈકમાં દીકરા સાથે જતા હોય ત્યારે મહિલાને ચક્કર આવતા નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જે અકસ્માતમાં ઈજા થતા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું

હાલ રાજકોટના ભવાની ચોક જંગલેશ્વરમાં રહેતા મૂળ વાંકાનેરના વતની કુલસુમબેન ગનીભાઈ હેરંજા (ઉ.વ.૬૨) નામના મહિલા ગત તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ રાજકોટથી વાંકાનેર પોતાના દીકરાના બાઈકમાં પાછળ બેસી જતા હોય ત્યારે કણકોટ ગામ નજીક કુલસુમબેનને અચાનક ચક્કર આવી જતા બાઈકમાંથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો