Placeholder canvas

તીથવા સરકારી શાળાની વિદ્યાર્થીની શેરસીયા શનોબારે A1ગ્રેડ મેળવ્યો.

જેમને મહેનત કરવી છે તેમને એનો ગોલ મેળવવામાં કોઈ રોકી શકતું નથી, ભલે કોઈ વધારે સુવિધા હોય કે ન હોય પછી એ કોઈ ખાનગી સ્કૂલમાં અભ્યાસ ન કરતી હોય અને સરકારી શાળામાં અભ્યાસ કરતી હોય પણ “મહેનતનો કોઈ વિકલ્પ નથી” એ કહેવત મુજબ તે સિદ્ધિ મેળવીને જ રહે છે. આ કહેવતને આજે જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાં તીથવા ગામની એક વિદ્યાર્થીનીએ જેમને તીથવાની સરકારી શાળામાં અભ્યાસ કરીને એ-વન ગ્રેડ મેળવીને પુરવાર કરી બતાવ્યું છે.

વાંકાનેર તાલુકાના તીથવા ગામે આવેલી જીપી હાઇસ્કુલ સરકારી સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શેરસીયા શનોબાર ઉસ્માનભાઈએ 99.63 PR અને 92.33 ટકા સાથે A1 ગ્રેડ મેળવીને ખૂબ જ સારી સફળતા મેળવી છે. શનોબારે ગુજરાતીમાં 93 સોશિયલ સાયન્સમાં 85 સાયન્સમાં 96 સ્ટાન્ડર્ડ મેથ્સમાં 96 અંગ્રેજીમાં 91 સંસ્કૃતમાં 93 માર્ક્સ મેળવેલ છે. અહીં એ પણ ઉલ્લેખનિય છે કે શેરસીયા શનાબારએ મધ્યમવર્ગી ખેડૂત ઉસ્માનભાઈ શેરસિયાની પુત્રી છે. શનાબારે શેરસિયા પરિવાર, પોતાની સ્કૂલ અને પોતાના ગામનું નામ રોશન કરેલ છે.

અત્રે એ ખાસ નોંધ લેવી જોઈએ તીથવાની આ સરકારી સ્કૂલ નું બિલ્ડીંગ જર્જરી થઈ ગયું છે, બિલ્ડીંગમાં શૈક્ષણિક કાર્ય થઈ શકે તેમ ન હોવાથી હાલમાં આ સ્કૂલ તાલુકા શાળામાં વિદ્યાર્થીને અભ્યાસ કરાવી રહી છે. આ સ્કૂલના વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા ની તો વાતો છોડો પણ ઘણી બધી આવશ્યક સુવિધાઓ પણ મળતી નથી. આમ છતાં આ સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલ તે જ ને પારખીને ખૂબ જ સારી મહેનત કરાવે છે અને પરિણામે તીથવા જીપી હાઈસ્કૂલ આજે ચમકી ઉઠે છે. એવું નથી કે આ સ્કૂલમાં માત્ર પુસ્તકના પહેલા અને છેલ્લા પાના વચ્ચેનું વિદ્યાર્થીને ગોખાવી નાખે છે. અહીંયા દરેક પ્રકારની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે અને અવારનવાર વિવિધ પ્રવૃત્તિઓમાં તાલુકા જિલ્લા રાજ્ય કક્ષાએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યાના કેટલાક દાખલા મોજુદ છે.

ખરેખર આ સ્કૂલના સ્ટાફને અભિનંદન આપવા ઘટે અને આ વિસ્તરની નેતાગીરી અને તંત્રને તો શું કહેવુ? આવું સરસ પરિણામ મેળવતી શાળાને આવશ્યક સુવિધા અને ખાસ સ્કૂલ બિલ્ડિંગ ખાસ કેસમાં જો આપવામાં આવે તો આ કુલમાં ખૂબ સારું શૈક્ષણિક કામ થાય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી શકે આશા રાખીએ આ પરિણામ જોઈને આ સ્કૂલ ના દુઃખને કોક તો સમજશે.

આ સમાચારને શેર કરો