Placeholder canvas

મહીકા જી.પી.હાઇસ્કુલમાં વ્યસનની મુકતી જાગૃતી અર્થે નિબંઘલેખન સ્પર્ધાનું આયોજન કરાયું.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર મેસરીયા ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ લેખન હરીફાઇ યોજાઇ.

આજરોજ તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર મેસરીયા દ્રારા મહીકા જી.પી. હાઇસ્કુલ ખાતે વ્યસનની મુકતી જાગૃતી અર્થે નિબંઘલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. તમાકુ નિષેધ નિબંઘ લેખન સ્પર્ઘામાં ૩૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની તાત્કાલીક અને પાછલી અશરો/ શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો.વીશે નિબંઘ લેખન લખી સમાજમાં તમાકુ ના સેવનથી થતા નુકશાન વીશે. નિબંઘ લખી લોક જાગૃતી લાવવા પ્રયાસ કરેલ.સારા ત્રણ નિબંઘ લખનાર વિઘાર્થીઓ વિજેતા જાહેર કરી પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવામાં આવેલ.

આ કાર્યક્રમના અંતે તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ એ તમાકુના દૂષણથી થતા રોગ વિષે માહિતી આપેલ તથા તમાકુના વ્યશનથી દુર રહેવા અપીલ કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી હબીબભાઇ માથકીયા તથા તમામ સ્ટાફ ગણ ,તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઈ અને RBSK ટીંમ ના ડો. ડીમ્પલબા જાડેજા/ડો. નીલેશ ઘાનાણી હાજર રહેલ.આભારવિધિ શાળાના આચાર્ય હબીબભાઇ માથકીયાએ કરેલ.

આ સમાચારને શેર કરો