Placeholder canvas

ચોટીલા: મહિલા ચાલક સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર નાળામાં ખાબકી !

ચોટીલા આણંદપર રોડ ઉપર મહિલા ચાલકે પોતાની કારના સ્ટેયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતાં કાર નાળામાં ખાબકી હતી. જેમાં મહિલા ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી. જેથી તેણીનીને તાત્કાલિક અસરે 108 એમ્બ્યુલન્સ દ્વારા તાકીદે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ ઘટનાની જાણકારી મળતાં તાત્કાલિક ચોટીલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ કારની મહિલા ડ્રાઇવરને હાલમાં ચોટીલા ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો