Placeholder canvas

જામનગરની જી.જી.હોસ્પિટલ નવજાત બાળકને નિષ્ઠુર દંપતીએ તરછોડ્યું, માતા-પિતાની શોધખોળ શરૂ…

આજે જામનગરની જીજી હોસ્પિટલની બાજુમાં ટેલીફોનના પીસીઓ પાસે જાહેર રોડ પર એક નવજાત બાળકને જન્મ આપી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે . ગત રાત્રીના સમયે નવજાત બાળકને જન્મ આપી નવજાતને ત્યજી માતા ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે હોસ્પિટલ પાસે ચા પીવા આવતા યુવાનની તાજા જન્મેલા બાળક ઉપર નજર પડતા બાળકને સારવાર અર્થે ગાયનેક વિભાગને સોંપી દેવામાં આવ્યું છે. જી જી હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે જીજી હોસ્પિટલમાં બાળકની મુલાકાત લઇ તેના માતા-પિતાને શોધવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈ રાત્રીના સમયે જીજી હોસ્પિટલના આ ગેટ પાસે એક રાહદારી ચાની રેંકડી પાસે ચા પીવા આવતા ત્યાં બાળક રડતું સાંભળી તેની નજર આ ફૂલ જેવા માસૂમ બાળક પર પડી હતી. લોકોએ આ બનાવની તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક બાળકને સારવાર અર્થે જીજી હોસ્પિટલના બાળકોના વિભાગમાં સારવાર માટે ખસેડ્યું હતું.

બાળકની સંભાળ લેવાની સાથે સાથે પોલીસ દ્વારા માતા-પિતાની શોઘખોળ હાથ ધરાઈ છે. નવજાત બાળકને આ રીતે મૂકીને જતાં રહેલાં માતા-પિતાને શોધવાનું શરૂ કરાયું છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી તપાસવાનું શરૂ કરાયું છે, જેના આધારે નવજાત બાળકને કોણ અને ક્યારે મૂકી ગયું છે એની માહિતી મળી શકે.

ઉલ્લેખનીય છે કે તાજું જન્મ આપી માતાએ ફૂલ જેવા માસૂમ બાળકને બાળકને ત્યજી દેનારા સામે લોકોએ રોષ વરસાવ્યો હતો. આ સમગ્ર મામલે સીટી બી ડીવીજન પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેને હાક જી જી હોસ્પિટલના આઈ. સી. યુ.માં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે. પણ નવજાત હોવાના કારણે ડોક્ટરોની ટીમ તેના ઉપર ધ્યાન આપી રહી છે.

આ સમાચારને શેર કરો