skip to content

ચોટીલા: જવતલ હોમે તે પહેલાં જ 2 બહેનના એકના એક ભાઈનું માર્ગ અકસ્માતમાં મોત

સાયલા તાલુકાના હડાળા ગામે કાકાની બે દિકરીઓના લગ્નન હતા. આથી હડાળા ગામના બે સંતાનના 30 વર્ષિય પિતા ભવાનભાઇ ઉર્ફે ભદાભાઇ ભીમાભાઇ કુકવાવા રાજકોટથી ચોટીલા આવી રહેલા તેમની પત્નીને તેડવા સાયલા તાલુકાનાં હડાળા ગામથી બાઇક લઇને ચોટીલા આવવા બુધવારે સવારે નીકળ્યા જતા હતા.

આ દરમિયાન મઘરીખડાનાં બોર્ડ નજીક સામે રોંગ સાડીમાં આવતા આઇસર સાથે અથડાતા સવારે અંદાજે 10 થી 10.30 સમયગાળા દરમિયાન અકસ્માત થયો હતો. અને બાઇકસવાર ભવાનભાઇનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બીજી આ ગમગીની ઘટનામાં બે બહેનોની હડાળા ગામે વિદાય બાદ મૃતકના મૃતદેહને અંતિમ વિધી માટે હડાળા લઇ જવામાં આવ્યો હતો.

મૃતકનાં સગા કાકાની બે દિકરીઓને લગ્ન પ્રસંગ હતો. જાન પણ આવી ગયેલી હતી અન્ય પ્રસંગમાં રાજકોટ ગયેલી પત્ની નંણદનાં લગ્ન હોવાથી ચોટીલા આવી રહ્યા હતા. જેને તેડવા માટે યુવાન બાઇક લઇને ઘરેથી સવારે ચોટીલા આવવા નિકળ્યો અને બહેનોને જવતલ હોમે તે પહેલાજ કાળ સમા આઇસર સાથે અકસ્માત થતા મરણ પામેલ જે સ્થળે અકસ્માત સર્જાયો ત્યાં આગળ 6 લાઇન હાઇવેનું કામ ચાલું છે. એક તરફનો માર્ગ કોઇ બેરીગેટ અને આગળ ડ્રાઇર્વઝન હોવાની જાણ કરતા કોઇ સુચના વગર ડમ્પર જેવા વાહનોની આડાશ કરી બંધ કરાયેલો હતો. યુવાનની બાઇક પોતાની સાઇડ ઉપર હતી. પરંતુ સામેથી રોંગ સાઇડમાં આઇસર ચાલકે આવી ઠોકર મારી હોવાનું નજરે જોનારે જણાવ્યું હતું

અકસ્માતનો ભોગ બનેલા યુવાનના 3 વર્ષ પહેલા લગ્ન થયેલ હતા જેઓને એક 2.5 વર્ષ અને એક 4 માસનાં પુત્ર છે. બંન્ને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમજ નાની ઉમરે તેમની માતાએ પતિ ગુમાવતા ગામની અંદર ઘેરા શોક સાથે અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ સમાચારને શેર કરો