Placeholder canvas

ગુજરાતમાં DAP-NPK ખાતરની અછત, ખરા સમયે ખાતર વિના ટળવળતો જગતાત

ગુજરાતમાં રવિ પાકના વાવેતરના સમયે જ ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને ખરા સમયે રઝળપાટ કરવો પડી રહ્યો હોવાની ઠેર ઠેર બૂમરાણ મચી છે, ખેડૂત આગેવાનોએ આ સંદર્ભે ઉચ્ચ સ્તરે પણ રજૂઆતો કરી છે, જોકે તેમની ફરિયાદનું હજુ નિવારણ થયું નથી. રવિ સિઝનમાં ઘઉં, જુવાર, રાયડો, જીરું, ધાણા, શાકભાજી, ડુંગળી, લસણ સહિતના વાવેતરના ખરા સમયે નાના અને મધ્યમ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ડીએપી અને એનપીકે ખાતર છોડને પોષક તત્ત્વો મળી રહે, સારી રીતે વિકાસ થાય તે માટે જરૂરી હોય છે, ગુજરાતમાં ખેતીની જમીનમાં કોઈ વધારો થયો નથી, છતાં દર વખતની જેમ આ વખતે પણ ડીએપી, એનપીકે ખાતરની અછત સર્જાઈ છે. મોટા ખેડૂતોએ પહેલેથી જ આ ખાતરનો સ્ટોક કરી લીધો હોઈ તેમને તકલીફ નથી, જોકે નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, સૌરાષ્ટ્રમાં મોટા ભાગે આ સ્થિતિ છે. ગુજરાતની સહકારી મંડળીઓમાં પણ ખાતરની અછત વર્તાઈ રહી છે.

આ સમાચારને શેર કરો