Placeholder canvas

રાજકોટમાં હાર્ટ એટેકથી બેના મોત

રાજકોટ: રાજકોટમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. છેલ્લા ૨૪ કલાકમાં યુવાન સહિત વધુ બે લોકોનાં હાર્ટ એટેકે ભોગ લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

અટીકામાં ૮૦ ફૂટ રોડ પર ગોપવંદના સોસાયટીમાં રહેતા પ્રવિણ બેચરભાઇ લીંબાસીયા (ઉ.વ. ૫૩) આજે સવારે ઘરે હતા ત્યારે એકાએક ઢળી પડતા સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. જાણ થતાં ભકિતનગર પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. હાર્ટ એટેકથી મોત થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

બીજા બનાવમાં કેસરે હિંદ પુલ પાસે ગઇકાલે રાત્રે આશરે ૪૨ વર્ષનો યુવાન એકાએક ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. એ-ડીવીઝન પોલીસે જરૂરી કાગળો કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ કરતાં તૈ ઇશાક મન્સુરી હોવાનું અને રેનબસેરા પાસે રહેતો હોવાનું ખુલ્યું હતું. ઇશાકને પણ હાર્ટ એટેક આવી ગયાનું પોલીસે જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો