Placeholder canvas

વાંકાનેર: રાતીદેવરી પાસે એક્ટિવા આડે ખુંટીયો ઉતરતા થયેલ અકસ્માતમાં આધેડનું મોત.

વાંકાનેર: રાતીદેવળી ગામ પાસેથી જડેશ્વર રોડ પર એક એક્ટિવા મોટર સાયકલ આડે અચાનક ખુંટીયો આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું.

મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં આરોગ્યનગર ખાતે રહેતા મુકેશભાઇ ભવાનભાઈ મદ્રેસણીયા (ઉ.વ. 54) પોતાનું એક્ટિવા મોટરસાયકલ નં. GJ 36 J 3224 લઇને રાતીદેવરી ગામ‌ તરફ જડેશ્વર રોડ પર પસાર થઈ રહ્યા હતા એ દરમ્યાન તેમના એક્ટિવા આડે અચાનક ખુંટીયો ઉતરતા ચાલકે મોટર સાયકલ ઉપરથી કાબુ ગુમાવી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક મુકેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું, આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

આ સમાચારને શેર કરો