વાંકાનેર: આગામી ગુરુવારે બંધુ સમાજ દવાખાનામાં ફ્રી નિદાન કેમ્પ
વાંકાનેર આગામી તારીખ 21 10 2021 ને ગુરુવારના રોજ સવારે ૧૦થી બપોરના ૧ વાગ્યા સુધી બંધુ સમાજ દવાખાનામાં ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે
આ નિદાન કેમ્પમાં નિદાન કરાવવા માટે અગાઉથી નામ નોંધાવવું જરૂરી છે. નામ નોધાવા માટે :- ૯૪૨૭૪૩૩૨૮૨,૦૨૮૨૮ ૨૨૩૨૮૨, ૯૩૭૭૭ ૬૭૭૭૭ પર સંપર્ક કરવો.
આ નિદાન કેમ્પમાં નીચેના ડોક્ટરો સેવા આપશે…
ડો.શ્રેણુજ મારવણીયા (જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન)
પેટ, આંતરડા, પિતાશય, એપેન્ડીક્ષ, પથરી, હરસ મસા, ભગંદર, કોઈ પણ જાતની સારણગાંઠ, વધરાવળ, સુન્નત ના રોગોના દૂરબીન – વીડીયોથી થતા ઓપરેશનના નિષ્ણાત
ડો. કિશન હાલપરા (હાડકાનાં સર્જન)
હાડકાનાં ફ્રેકચર, સાંધાના દુખાવા તથા મણકા, ડોક, કમરનો જુનો દુઃખાવો અકસ્માત માં થતી ઈજા , ફ્રેકચર તથા ક્રશ ઇન્જેરી ગોઠણ થતા થાપાના સાંધા બદલવાના નિષ્ણાત
ઉપરોક્ત કોઈ પણ પ્રકારની કોઈપણ વ્યક્તિને તકલીફ હોય તો આ ફ્રી નિદાન કેમમાં નિદાન કરાવવા માટે પોતાના નામની અગાઉથી નોંધણી કરાવીને ફ્રીમાં નિદાન અને સારવાર લઈ શકે છે.
ફ્રી નિદાન કેમ્પ
બંધુ સમાજ હોસ્પિટલ – વાંકાનેર.
તા.21/10/2021, સમય-10 થી 1