Placeholder canvas

ઈદ-એ-મિલાદ માટે સરકારની ગાઇડલાઇન મુજબ શેરીમાં 400 લોકોની મર્યાદામાં જુલુસ કાઢી શકાશે.

એક કરતા વધુ વિસ્તારોમાં જુલુસ કાઢવાનું હોય તો 15 લોકોની મર્દાયા રહેશે.

વાંકાનેર સીટી પોલીસ દ્વારા બેઠક બોલાવવામાં આવી જેમાં ઈદ-એ-મિલાદ માટે સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, શેરીમાં 400 લોકોની મર્યાદામાં જુલુસ કાઢી શકાશે

રાજ્ય સરકારે તહેવારો માટે વધુ એક ગાઇડલાઇન જાહેર કરી છે. મહત્વનું છે કે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ માટે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે. જેમાં જુલુસ મહોલ્લા સુધી જ કાઢવાનું હોય તો 400 લોકો ભાગ લઈ શકશે. જો એક કરતા વધુ વિસ્તારોમાં જુલુસ કાઢવાનું હોય તો 15 લોકોની મર્દાયા રહેશે. આ સિવાય સરકારે કહ્યું કે ઈદ-એ-મિલાદના જુલુસનું આયોજન માત્ર દિવસે કરી શકાશે. આ જુલુસ જે વિસ્તારમાં હશે ત્યાં જ ફરી શકશે. જુલુસ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો