skip to content

ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી ફેબ્રુઆરીમાં

રાજકોટ: આગામી માસમાં યોજાનારી રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાશે. રાજયની ચાર બેઠકોમાં ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે એક બેઠક છે. નિવૃત થનારા રાજયોમાં શંભુપ્રસાદ ટુંડીયા, ચુની ગોહેલ, લાલસિંહ વડોદીયા, ભાજપ અને મધુસુદન મીસ્ત્રી કોંગ્રેસના છે. હવે ફરી એક વખત ભાજપને આ ત્રણ બેઠકોમાંથી એક બેઠક ગુમાવવી પડે તેવી શકયતા છે.

હાલની સભ્ય સંખ્યા મુજબ જો કોઈ ખેલ ન નખાય તો ભાજપ અને કોંગ્રેસ બન્ને બે-બે બેઠકો જીતી શકે તેમ છે પણ જેથી ગત વર્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચુંટાતા તેઓએ રાજયસભા બેઠક ખાલી કરી હતી અને ભાજપ-કોંગ્રેસ 1-1 બેઠક જીતી શકે તેમ હતા પણ ભાજપે બન્ને બેઠકો જીતી તેમાં બન્ને બેઠકોના અલગ-અલગ જાહેરનામાનો જાદુ ભાજપને કામ લાગી ગયો હતો જેનો વિવાદ હાલ અદાલતમાં છે.

ગુજરાતમાં આ અગાઉ 2017ની ધારાસભા ચૂંટણી સમયે જે રીતે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાવી ધારાસભ્યોના રાજીનામા આપીને ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને પરાજીત કરવાનો વ્યુહ ગોઠવ્યો હતો તે નિષ્ફળ ગયો તે વિવાદ પણ અદાલતમાં છે. હવે ચાર બેઠકો તેના સભ્યોની મુદત પુરી થતા તા.10-4-2020ના એક જ સાથે ખાલી થાય છે તેથી તેનું એક જ સાથે જાહેરનામું બહાર પડે અને તમામ ધારાસભ્યોને સિંગલ વોટની જે પ્રથા છે તે જાળવી રાખવામાં આવે તો બન્ને પક્ષો બે-બે બેઠકો જીતશે.

જે રીતે રાજયસભામાં ભાજપને બહુમતીમાં ધારાસભાઓનો ઘટતી બેઠકો વિધ્ન બને છે તેથી ગુપ્તચરમાં કોઈ નવો ‘ખેલ’ નખાય છે કે કેમ તેના પર સૌની નજર છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે હજું એક મોટા પક્ષાંતરની તૈયારી કરી છે. હાલમાં જ ગેરલાયક જાહેર થયેલા મોરવા હડફના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટને જાતિના ખોટા પ્રમાણપત્ર હેઠળ ગેરલાયક ઠરાવાયા છે. તેના પિતા જે કોંગ્રેસના જીલ્લા પ્રમુખ છે. તેઓએ રાજીનામુ આપ્યુ છે. માનવામાં આવે છે કે તેઓ પુત્ર સાથે ભાજપમાં જોડાશે.

આ સમાચારને શેર કરો