આર.સી.સી.સિનિયર સીટીઝન કલબ ઓફ હળવદના સભ્યોનો બે દિવસીય ધાર્મિક પ્રવાસ યોજાયો.

દ્વારકા, બેટ દ્વારકા, હર્ષદ, નાગેશ્વર, બાલા હનુમાન, એમ.પી.શાહ વૃદ્ધાશ્રમ જામનગરનો પ્રવાસ અને દર્શન હેતુ રોટરી કલબ ઓફ હળવદ દ્વારા 2 દિવસની જાત્રા કરવામાં આવી હતી.


By Mayur Raval -Halvad
હળવદ: શહેરના રીટાયર્ડ કર્મચારીઓ તેમજ સાઈઠ વર્ષ વટાવી ચુકેલા વડીલોની કલબ હળવદમાં છેલ્લા 3 વર્ષથી ખુબજ કાર્યરત છે. અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના અસંખ્ય સેવાકીય અને લોક ઉપયોગી પ્રોજેક્ટ આ ટિમ દ્વારા સફળતાથી સંપન્ન કરવામાં આવેલ છે. છેલ્લા 13 મહિનાથી શહેરમાં ચાલતા અન્નપૂર્ણા રથની મોટા ભાગની કામગીરી અને જવાબદારી આ મૂરબ્બીઓ મારફતે ઉપાડી લેવામાં આવી છે. તેમજ નિષવાર્થપણે અને જવાબદારીપૂર્વકની માનદ સેવા નીભાવે છે.

જવાન માણસને પણ શરમાવે એવી કાર્ય કરવાની ધગશ, અનેરો ઉત્સાહ દરેક સભ્યમાં ભરેલ છે. સમય અને શક્તિનો ભોગ આપનારા આ વડીલો વંદનીય છે.જેમની સાથે આનંદ અને સમય પસાર કરવાનો મોકો લેવા રોટરીયન મિત્રો પણ જોડાયા હતા. આ પ્રવાસનો તમામ ખર્ચ રોટે. વિપુલભાઈ કાંતિલાલ શાહ, ઈંગોરાળા વાળા તરફથી કરવામાં આવ્યો હતો.

