ફાયરીગ ? વાંકાનેરના ઠીકરીયાળી ગામે યુવાન ઉપર હુમલો
ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ ચોટીલા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો : વાંકાનેર પોલીસ ઘટના સ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેરના ઠીકરીયાળી ગામ નજીક ફાયરિંગ થયાની ચર્ચા જોરશોરથી ચર્ચા વહેતી થઈ છે.જેમાં ઠીકરીયાળી ગામ નજીક આવેલ દેવા બાપાની જગ્યા પાસે રાજપરા ગામના યુવાન પર ફાયરિંગ થયું હોવાની ઘટના બહાર આવતા ભારે ચકચાર મચી ગઇ છે.આ હુમલામાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ ચોટીલા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.આ ફાયરીગની ઘટના મામલે વાંકાનેર પોલીસ ઘટના સ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી છે.
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ઠીકરીયાળીની દેવાબાપાની જગ્યા ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે.જેમાં ઠીકરીયાળીની દેવાબાપાની જગ્યા નજીક આજે ચોટીલાના રાજપરા ગામના ધનજીભાઈ કોળીને કેટલાક શખ્સોએ ધોકાથી માર્યો માર્યો હતો.જોકે આ યુવાન પર કેટલાક શખ્સોએ જમીનના વિવાદમાં ફાયરીગ કર્યું હોવાની જોરશોરથી ચર્ચા વહેતી થઈ છે. જેમાં ચર્ચાતી વિગતો મુજબ જમીન મામલે ઠીકરીયાળી ગામે દેવાબાપાની જગ્યા પાસે રાજપરા ગામના ધનજીભાઈ કોળી ઉપર કેટલાક શખ્સોએ ફાયરીગ કર્યું હતું. આ યુવાન પર હુમલાની ઘટનામાં ફાયરીંગ થયું હોવાની ચર્ચા છે.
જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર ખસેડાયો હતો.જ્યાં યુવાની હાલત ગંભીર લાગતાં વધું સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને આ બનાવની સઘન તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ જગ્યામાંથી બાળકનું અપહરણ કરી હત્યા નીપજાવવા બાબતે જગ્યા વિવાદમાં આવી હતી.ત્યારે ફરી એક વખત વિવાદમાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે.