Placeholder canvas

વાંકાનેર: શ્રાવણિયા જુગારની મોસમ પુર બહાર: નવાપરામાંથી ચાર શકુનિઓ ઝડપાયા

વાંકાનેર: શ્રાવણ મહિનો શરૂ થતા જ શ્રાવણિયા જુગારની મોસમ પુર બહાર ખીલી છે. દરરોજ પોલીસ કેટલીક જગ્યાએ દરોડા પાડીને આવા શકુનિઓને પકડી રહી છે. આજે વાંકાનેર તાલુકા અને શહેરમાંથી કુલ18 જેટલા શકુનીઓને પોલીસે પાંજરે પૂર્યા છે.

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧૮,૨૦૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા આર કે નગર શેરી નં ૨ ના નાકા પાસે જુગાર રમાતો હોવાની બાતમીને પગલે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા હાસમ સતાર કાબરા, પ્રકાશ રસિકભાઈ શંખેસરીયા, દેવજીભાઈ નાથાભાઈ સીતાપરા અને મનસુખભાઈ ભગવાનજીભાઈ સતાપરા રહે બધા નવાપરા વાંકાનેર એમ ચાર ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૮,૨૦૦ જપ્ત કરી છે

આ સમાચારને શેર કરો