Placeholder canvas

વાંકાનેર: પોપટ મળી ગયો…, પરિવાર ખુશ…

વાંકાનેર: ગયા રવિવારે પોપટ ખોવાઈ ગયો છે.! આવા સમાચાર તમે કપ્તાનમાં વાંચ્યા હશે. જ્યારે આવી જાણ પોપટના માલિક મુકેશભાઈ અમને કરી ત્યારે અમને ખુદને એવું થયું હતું કે પોપટ ખોવાણો એમાં શું ! પણ તેઓએ અમારી જોડે વધુ વાત કરી ત્યારે એવું લાગ્યું કે આ પોપટ એ મુકેશભાઈના પરિવારનો એક સભ્ય જેટલું જ મહત્વ ધરાવે છે. પોપટની કિંમત શું હોય ? આવો સ્વાભાવિક પ્રશ્ન થાય પરંતુ મુકેશભાઈ એવું જણાવ્યું આપ પોપટની હાલની કિંમત 60 થઈ 70 હજાર રૂપિયા છે…!!! પણ પૈસા કરતા અમારા માટે પોપટ ખૂબ મહત્વનો છે.

ફરી પાછી બીજા દિવસે મુકેશભાઈ જોડે વાત થઈ અને પોપટ હજુ સુધી મળ્યો નથી તેવી વાત થઈ, પરંતુ બીજા દિવસે સાંજના સમયે ધર્મચોક પાસે આવેલ કે કે ચેમ્બરમાં જ્યોતિ એગ્રો નામની દુકાન ધરાવતા મુનાફભાઈ કુરેશી બપોરે જમીને તેમની દુકાને પરત આવ્યા ત્યારે ચેમ્બર પર બેઠેલા આ અલગ પ્રકારના આફ્રિકન ગ્રેય પોપટને બધા જોઈ રહ્યા હતા અને એવામાં મુનાફભાઈએ દુકાન ખોલતાં એ પોપટ તેમની દુકાનની અંદર આવીને બેસી ગયો…. પોપટને જોઈને મુનાફભાઈ ને યાદ આવ્યું કે આ તો એ જ પોપટ છે જે કપ્તાનમાં ગઈકાલે ખોવાયો હોવાના સમાચાર હતા. એ સમાચાર કાઢીને તેમાં આપેલા મુકેશભાઈ ના નંબર ઉપર કોલ કર્યો અને કહ્યું કે તમારો પોપટ મારી દુકાને આવેલ છે તો આવીને લઈ જાવ….

મુકેશભાઈ તો આવા ફોનની રાહ જોઈને જ બેઠા હતા, તે તરત જ મારતા મોટરસાયકલે તેઓ ત્યાં પહોંચ્યા અને પોપટને જોઈને કહ્યું હા આ મારો જ પોપટ છે. મુકેશભાઈએ કપ્તાનમાં સમાચાર આપ્યા ત્યારે પણ યોગ્ય બદલો આપવાની વાત કરી હતી. તુરતજ મુનાફભાઈને કહ્યું મુનાફભાઈ આભાર, બોલો કેટલા આપું ? ત્યારે મુનાફભાઈનો જવાબ હતો ભાઈ મારે અલ્લાહની મહેરબાની છે, કંઈ જોતું નથી. બસ તમને તમારો પોપટ મળી ગયો એ ઘણું.. અહીંયા એટલું તો ચોક્કસ લખવું જ જોઈએ કે હજુ ઈમાનદારી બચી છે.

પોપટ લઈને મુકેશભાઈ ઘરે ગયા એટલે મુકેશભાઈના પરિવારમાં તો દિવાળી પહેલા જ અને એથી પણ વધુ ખુશીનો માહોલ બની ગયો… બધા જ ખૂબ ખુશ થયા અને મુનાફભાઈ નો આભાર માન્યો… આમ મુકેશભાઈના પરિવારના એક સભ્ય જેવો પોપટ ફરી પાછો આ પરિવાર સાથે ભળી ગયો… અને મુકેશભાઈએ આ ખુશીના સમાચાર અમને પહોંચાડવામાં જરા પણ મોળું કર્યુ. ખરેખર અમને પણ ખુશી થઈ કે ચાલો એક સારું કામ થયું…

વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સમાચાર મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવો.

કપ્તાન ન્યૂઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/C2s4anmJGlsLctUgK2jZiP

આ સમાચારને શેર કરો