Placeholder canvas

વાંકાનેર: દારૂની ડિલિવરી કરવા નીકળેલા બે ઝડપાયા, એક ફરાર

વાંકાનેર સીટી પોલીસ ટીમે રેલવે સ્ટેશન રોડ ઉપરથી એક્સેસ મોટર સાયકલમાં દારૂની ડિલિવરી કરવા નીકળેલા બે શખ્સને એક બોટલ દારૂ સાથે ઝડપી લઈ સપ્લાયરનું નામ ખોલાવી ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે રેલવે સ્ટેશન રોડ ઉપર મિલ પ્લોટ સહકારી મંડળી પાસેથી એક્સેસ મોટર સાયકલ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી નિલેશ ઉર્ફે લચકો પીતાંબરભાઈ સોલંકી અને નરેન્દ્ર રમેશભાઈ મકવાણા નામના આરોપીઓને અટકાવી તલાસી લેતા એક્સેસમાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 મળી આવતા 10 હજારનું એક્સેસ અને 5 હજારનો મોબાઈલ મળી કુલ રૂપીયા 15,375નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સમાચારને શેર કરો