Placeholder canvas

67-વાંકાનેર,કુવાડવા બેઠક પર 17 ઉમેદવારોના ફોર્મ માન્ય, 9 ફોર્મ રદ.

આમ આદમી પાર્ટીના ઉમેદવારી વિક્રમ સોરાણીએ ગઈકાલે ભરેલા વધારાના બે ફોર્મમાં ફોર્મ-૨૬ નું સોગંદનામુ રૂા. ૫૦/- ના સ્ટેમ્પ પર ૨જુ કરેલ હોય ઉમેદવારી પત્ર અસ્વીકાર થયા…

વાંકાનેર: વિધાનસભાની ચૂંટણીમાં 14 મી નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, જ્યારે 15 નવેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવી જેમાં 67 વાંકાનેર વિધાનસભામાં કુલ ભરાયેલા ફોર્મ 26માંથી 9 ફોર્મ રદ થયા છે અને હવે 17 ફોર્મ ઉમેદવાર રહ્યા છે.

આજે ચકાસણી દરમિયાન (૧) સૈયદ ઈરફાનએહમદ અબ્દુલમુતલીબ પીરઝાદાનું ફોર્મ કોંગ્રેસના મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયું. (૨) મનસુખભાઈ વાલજીભાઈ સેટાલીયાના ફોર્મ ભાજપના મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારે ભરેલ કુલ 2 ફોર્મ રદ થયા. (૩) રીતેષભાઈ ધીરજમાઈ ટોપીયા ફોર્મ આપના મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયું. (૪) વિક્રમ વલ્લભભાઈ સોરાણી એ કુલ ત્રણ ફોર્મ ભર્યા હતા જેમાંથી બે ફોર્મ 14 મી નવેમ્બરે ભર્યા તેમાં ફોર્મ-૨૬ નું સોગંદનામુ રૂા. ૫૦/- ના સ્ટેમ્પ પર ૨જુ કરેલ હોય ઉમેદવારી પત્ર અસ્વીકાર કરેલ, રદ થયેલ ! (તેમનું એક ફોર્મ માન્ય રહ્યું) (૫) સાગર હમીરભાઈ ફાંગલીયાનું ફોર્મ ચકાસણીની તારીખે અપક્ષ તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારના ૨૫ વર્ષ પુર્ણ થતા ન હોવાથી ફોર્મ રદ થયું.

આ ઉપરાંત કોંગ્રેસ અને ભાજપના બન્ને ઉમેદવારે પોતાના ફોર્મ બે સેટમાં રજૂ કરેલ જેથી તેમના બંનેના એક એકમ ફોર્મ પણ રદ થયા આમ કુલ ફોર્મ 9 રદ થતાં હવે માન્ય 17 ઉમેદવારો રહ્યા છે.

માન્ય ઉમેદવારો :-
1) નરેન્દ્રસિંહ ઝાલા -અપક્ષ
2) નરેન્દ્ર દેગડા -અપક્ષ
3) ભુપેન્દ્ર સાગઠીયા -બ.સ.પા.
4) રીતેષભાઈ પરસાણા -અપક્ષ
5) રાજેન્દ્રભાઈ માંડવીયા -અપક્ષ
6) વિક્રમ સોરાણી -આપ
7) જીતેશભાઈ શાંતોલા -અપક્ષ
8) મહેબુબભાઈ પીપરવાડીવા -અપક્ષ
9) મહંમદજાવીદ પીરઝાદા – કોંગ્રેસ
10) નવીનભાઈ વોરા -અપક્ષ
11) મહેશકુમાર ખાંડેખા -અપક્ષ
12) હીનાબેન રૈયાણી -અપક્ષ
13) મેરામભાઈ વરૂ -અપક્ષ
14) વલ્લભભાઈ વાઘેલા -અપક્ષ
15) પ્રકાશ અજાડીયા -રા.જ.ક્રા.પા
16) રમેશભાઈ ડાભી -અપક્ષ
17) જીતેન્દ્ર સોમાણી – ભાજપ

હવે બાકી રહેલા ઉમેદવારો આગામી તારીખ 17 સુધીમાં પોતાના ફોર્મ જો તેવો ઈચ્છે તો પાછા ખેંચી શકશે અને ત્યારબાદ દરેક ઉમેદવારનો ક્રમ અને અપક્ષ ઉમેદવારને નિશાન આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો