Placeholder canvas

જામનગર: વિક્રમ માડમની ખેલદિલી, વિરોધી ઉમેદવારના કર્યા વખાણ…

વિક્રમ માડમેં કહ્યું…
➡️ભાજપે ઈસુદાન પર ખોટા આક્ષેક કર્યા છે.
➡️ગઢવીનો દીકરો મા-બહેન, દીકરીની આબરૂ લૂંટવા ન જાય.
➡️દ્વારકા જિલ્લાની 2 બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પ્રચારની ગરમાગરમીમાં એકબીજા પક્ષ પર આક્ષેપ કરવા તે કંઈ નવી વાત નથી. જોકે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી, એવાં દૃશ્યો ખંભાળિયા બેઠક પરથી સામે આવ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીના પોતાના હરીફ ઉમેદવાર ઇસુદાન ગઢવીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘ભાજપે ઇસુદાન પર ખોટા આક્ષેપો કર્યા છે, ગઢવીનો દીકરો કર્યારેય કોઈ બહેન-દીકરીની આબરૂ લૂંટવા ન જાય.

વિક્રમ માડમે જાહેરમાં કહ્યું હતું કે ‘ઇસુદાન મારો હરીફ ઉમેદવાર છે, પરંતુ લોકો ઈસુદાનને મત આપીને જિતાડશે તો તેને ખભે બેસાડીને આપણે તેને અભિનંદન પાઠવીશું. મત કોને આપવો એ જનતાનો અધિકાર છે. ગઢવીનો દીકરો ભાજપના કાર્યાલયમાં 100 લોકોને લઈને જાય, તેના પર એવો આક્ષેપ કરે કે મા-બહેનની ઇજ્જત લૂંટવા ગયો હતો? અરે… શરમની વાત છે. ગઢવીનો દીકરો કોઇ દિવસ કોઈ મા-બહેન, દીકરીની આબરૂ લૂંટવા ન જાય. જોકે ઇસુદાન ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરવા આવ્યો હતો એવો કેસ કર્યો હોત તો મને વાંધો નહોતો. પણ આ ખોટી વાત છે.

ખંભાળિયા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠકમાં કોંગ્રેસે સીટિંગ ધારાસભ્ય વિક્રમ માડમને ફરી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે પૂર્વ મંત્રી મુળુભાઇ બેરાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીપદના દાવેદાર ઇસુદાન ગઢવીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.

આ સમાચારને શેર કરો