Placeholder canvas

ટંકારા બેઠકના ભાજપના ઉમેદવારના ફોર્મનો કોંગ્રેસે વાંધો લીધો પણ ગંભીર ક્ષતિ ન હોવાથી માન્ય

રિટર્નિંગ ઓફિસરે ગંભીર ક્ષતિ ન હોવાથી ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય ગણ્યું

ટંકારા : ટંકારા -પડધરી બેઠક ઉપર આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપના ઉમેદવારના સોગંદનામામાં ડેસ કરવાને લઈ ફોર્મ અમાન્ય ગણાવા કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરાયા બાદ અંતે ભાજપના ઉમેદવારનું સોગંદનામું બદલવામાં આવતા રિટર્નિંગ ઓફિસરે ઉમેદવારી ફોર્મ માન્ય ગણ્યું છે. જો કે, કોંગ્રેસ પોતાની માંગ ઉપર અડગ રહી હોવાનું જાણવા મળે છે.

66- ટંકારા -પડધરી બેઠકની ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાએ રજૂ કરેલ સોગંદનામામાં કેટલીક જગ્યાએ લાગુ પડતું નથી તેમ દર્શાવવાને બદલે ડેસ કરેલા હોય કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારીપત્ર રદ કરવા માંગ કરી હતી. આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા ગંભીર ક્ષતિ ન હોય વાંધેદારનો વાંધો માન્ય ન રાખી ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું હોવાનું હતું.

જુવો વિડીયો…

આ સમાચારને શેર કરો