Placeholder canvas

વાંકાનેર: ભલગામની સીમમાં એલસીબીનો સફળ દરોડો: પાંચ લાખનો દારૂ પકડાયો

વાંકાનેર : વાંકાનેરના ભલગામ ગામની સીમમાંથી અંગ્રેજી દારૂનુ કટીંગ થાય તે પૂર્વે જ એલસીબી ટીમે સપાટો બોલાવી ઓટો સ્પેરપાર્ટની આડમાં લાવવામાં આવેલ અંગ્રેજી દારૂની ૧૫૬૦બોટલો, કી.રૂ. ૫,૧૭,૫૦૦૪ સાથે કુલ કી.રૂ. ૧૫,૮૨,૪૦૦/- નો મુદામાલ પકડી પાડ્યો હતો.

મોરબી એલસીબી ટીમના પો.હેડ કોન્સ, ચંદુભાઇ કણોતરા, પો કોન્સ. નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમારની સયુકત બાતમીને આધારે ભલગામની સીમમાં ગ્રીનલેબલ કાસ્ટીંગના નવા બનતા કારખાનાની પાછળ ટ્રક કન્ટેનર નંબર-HR-38-2-3623 વાળીમાં મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટ ભરેલ નાના મોટા પુટ્ટાના બોકસની આડમાં જુદી જુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન ટ્રકચાલક નાશી ગયેલ હોય. જેથી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ખાતે ટ્રક ચાલક તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર વિરૂધ્ધ ગુનો રજી. કરાવી આગળની તપાસ એલ.સી.બી. પો.સબ ઇન્સ. એન.બી.ડાભીએ હાથ ધરેલ છે.

દરોડા દરમિયાન મેગ્ડોવેલ નં-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૬૬૦ કી.રૂ. ૨,૪૭,૫૦૦, રોયલ ગોલ્ડ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૯૦૦ કી.રૂ. ૨,૭૦,૦૦૦, અશોક લેલન ટ્રક કન્ટેનર નંબર-HR-38-2-3623 કી.રૂ.૮,૦૦,૦૦૦, મારૂતી સુઝુકી કંપનીના સ્પેરપાર્ટના બોકસ કી.રૂ. ૨,૬૩,૯૦૦, જી.પી.એસ સીસ્ટમ કી.રૂ.૧,૦૦૦ મળી કુલ કી.રૂ. ૧૫,૧૫,૮૨,૪૦૦ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી ડાભી પો.હેડ કોન્સ. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, જયેશભાઇ વાઘેલા, ચંદ્રકાંતભાઇ વામજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુગસીયા, ભગીરથસિંહ ઝાલા તથા પો.કોન્સ. ભરતભાઇ મીયાત્રા બ્રિજેશભાઇ કાસુન્દ્રા, હરેશભાઇ સરવૈયા, સતીષભાઇ કાંજીયા વિગેર દ્વારા કરવામાં આવી હતી.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો