આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપના ચેરમેન…
આઝાદી બાદ પહેલીવાર અમૂલમાં ભાજપની સત્તા આવી છે. ભાજપે પહેલીવાર અમૂલમાં સત્તાનો સ્વાદ ચાખ્યો છે. આજે અમૂલની ચૂંટણીમાં ભાજપના ચેરમેન અને વાઈસ ચેરમેન નિમાયા છે. વિપુલ પટેલ નવા ચેરમેન અને કાન્તી સોઢા પરમાર વાઇસ ચેરમેન બન્યા છે.
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીમાં આજે, 14 ફેબ્રુઆરીના રોજ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજઇ છે. જેને લઈ ચરોતર પંથકનું રાજકારણ ગરમાયુ છે. ત્યારે વિપુલ પટેલની ચેરમેન તરીકે અને કાંતિ સોઢા પરમારની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.
અત્યાર સુધી રામસિંહ પરમારનું એકચક્રી શાસન રહ્યું છે પંરતુ હાલ આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત 5 કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની બહુમતી થઈ છે. આ અંતર્ગત ભાજપ પ્રદેશ નિરીક્ષક એમ.એસ.પટેલની હાજરીમાં આણંદ સર્કિટ હાઉસમાં બેઠક થઇ છે.