Placeholder canvas

હાઈ-વે પર પૂરપાટ ઝડપે આવતી વેને 17 મહિલાને હડફેટે લીધી: 4ના મોત

પૂના-નાસિક હાઈ-વે ઉપર એક વેને રસ્તો ઓળંગી રહેલી 17 મહિલાઓને કચડી નાખતાં હાહાકાર મચી ગયો છે. દૂર્ઘટનામાં ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા તો 14 જેટલી મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ જતાં હોસ્પિટલે ખસેડાઈ છે. અકસ્માત બાદ વેન ચાલક ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ તમામ મહિલાઓ રસોઈનું કામ કરવા માટે આવી રહી હતી.

આ તમામ અડધી રાત્રે પોતાનું કામ પૂર્ણ કરીને પૂનાની બસ મારફતે ખરપુડી ઉતરી હતી. આ દરમિયાન રસ્તો ઓળંગતી વખતે પૂના તરફથી અત્યંત ઝડપે આવી રહેલી વેને મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ઘટનાસ્થળે જ ચાર મહિલાઓનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું જ્યારે અન્ય મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં અત્યારે તેમની સ્થિતિ નાજુક ગણાવવામાં આવી રહી છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલા ચાલકને શોધવા માટે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો