Placeholder canvas

વાંકાનેર: ડોક્યુમેન્ટ સાથેની થેલી મળેલ છે. જે કોઈની ખોવાયેલ હોય તે સંપર્ક કરે…

વાંકાનેર : આજે સવારમાં પ્રતાપ રોડ પર બંધુસમાજના દવાખાના પાસે એક ડોક્યુમેન્ટ સાથેની થેલી મળી આવેલ છે. આ થેલીમાં ઓરીજનલ રેશનકાર્ડ, આવકનો દાખલો અને બીજા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ છે. રેશનકાર્ડ મુજબ જીંજુવાડિયા સવજીભાઈ લાખાભાઈ સરનામું નવાપરા, પંચાસર રોડ, વાંકાનેરનું છે, પરંતુ તેમાં સંપર્ક નંબર ન હોય જેથી આ વ્યક્તિને જો કોઈ ઓળખતા તો તેમને જાણ કરવી…

ઉપરોક્ત થેલી રસ્તા પરથી પસાર થતાં કોઈ રાહદારીને મળી હતી તેમને આ થેલી બંધુ સમાજના મેડિકલ સ્ટોરમાં આપેલ છે. જેથી તેમના માલિકે તેમના અગત્યના ડોક્યુમેન્ટ સાથેના થેલી બધું સમાજ દવાખાનાના મેડિકલ સ્ટોર પર ઓળખાણ આપી અને આઈડી પ્રુફ સાથે જઈને લઈ લેવી..

આ સમાચારને શેર કરો