રાજયની તમામ શાળાઓએ ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવી ફરજીયાત
કોરોના વાયરસની મહામારીના વકરેલા કહેરના પગલે હાલ રાજકોટ સહીત રાજયભરમાં પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને સરકારની ગાઈડલાઈન મુજબ ઘેર બેઠા ઓનલાઈન શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
જેમાં ધો.9 થી 12 ની એકમ કસોટી સામે અગાઉ વિરોધ ઉઠયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયું છે કે રાજયભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓએ ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવી ફરજીયાત છે.
અહી એ ઉલ્લેખનીય છે કે આગામી તા.29 અને 30 ના આ પ્રથમ એકમ કસોટી લેવામાં આવનાર છે જેના પ્રશ્નપત્રની સોફટકોપી કસોટીનાં બે થી ત્રણ દિવસ પહેલા જીલ્લા શિક્ષણાધિકારીને બોર્ડ દ્વારા પહોંચાડવામા આવશે.
વિદ્યાર્થીઓએ ઘેર બેઠા આપવાની રહેશે.આ કસોટી બાદ તેની ઉતરવહીઓ વાલીઓએ જે તે શાળાઓએ પહોંચાડવાની રહેશે તેવું બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…