હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ નોંધાતા, મોરબી જિલ્લાનો ટોટલ 151
હળવદ : આજે મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. હળવદ શહેરમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતા 65 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો 151 થઈ ગયો છે.
હળવદમાં નોંધાયેલા કેસની મળતી વિગત મુજબ હળવદ શહેરમાં વાણીયાવાડમાં રહેતા મનસુખભાઇ પોપટભાઈ વાંણદ (ઉ.65)નો રિપોર્ટ કોરોના પોઝિટિવ જાહેર થયો છે. જે હાલમાં સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હળવદમાં કોરોનાનો આ 12મો કેસ છે. હળવદમાં આજે નોંધાયેલા નવા કેસની સાથે મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો 151 થઈ ગયો છે.