skip to content

ટંકારાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા પંચાયત દ્વારા ફોગીંગ મશીન અર્પણ

ટંકારા : લજાઇના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ રાજકોટીયા, જગદીશભાઈ દુબરીયા તથા તાલુકા પંચાયતના સભ્ય દ્વારા જિલ્લા પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ડેન્ગ્યુ અટકાયતી પગલાં લઇ શકાય તે માટે ટંકારા તાલુકાના નેકનામ, સાવડી, લજાઈ, નેસડા (ખા.) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવાડિયા, ડો. રાધિકા વડાવિયા, સુપરવાઈઝર એચ. કે. પટેલ તથા મસોત મનસુખભાઈને અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા પંચાયતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ તથા ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પંચાયતી રાજના સભ્યોને ‘ટીબી હારેગા, દેશ જીતેગા’ સૂત્રને સાર્થક કરવા માટે વિવિધ કામગીરીઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા યોજાયેલા નિ:શુલ્ક નિદાન કેમ્પમાં બાળરોગ નિષ્ણાત તથા સ્ત્રીરોગ નિષ્ણાત હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો