COVID 19: ખેડૂતોને તુરંત મળશે 2000 રૂપિયા, મનરેગાની મજૂરી વધશે

ભારત કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકારે આખા દેશને તાળાબંધી કરી દીધી છે. એવામાં ખેડૂતો અને મજૂરો ઉપર મુશ્કેલી આવી ગઇ છે. હવે સરકારે ખેડૂતો અને મજૂરોને રાહત આપવા માટે મદદની જાહેરાત કરી છે. જેની હેઠળ ખેડૂતોને તેમના ખાતામાં 2000 રૂપિયા આપવામાં આવશે. આ સિવાય મજૂરીની મજૂરી પણ વધારી દેવામાં આવી છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે 26 માર્ચે કોરોના વાયરસ સામે લડવા માટે 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે, તેમણે કહ્યું સરકાર લોકડાઉન પ્રભાવિત ગરીબોની મદદ કરશે. નિર્મલા સીતારમણે કહ્યું, “પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 8 કરોડ 69 લાખ ખેડૂતોને 2000 રૂપિયા આપવામાં આવશે. જેનો પ્રથમ હપ્તો એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં તેમના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે.”

મજૂરોની મજૂરી વધશે

મનરેગા મજૂરોની પ્રતિ દિવસની મજૂરી દરને વધારી દેવામાં આવ્યુ છે. નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે હવે મજૂરોને પ્રતિ દિવસ 202 રૂપિયાની મજૂરી આપવામાં આવશે. આ પહેલા તેમમે પ્રતિ દિવસ 182 રૂપિયા આપવામાં આવતા હતા. નાણામંત્રીએ કહ્યું તેનાથી 5 કરોડ પરિવારોને લાભ મળશે.

મહિલાઓ માટે પણ કરી જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે જનધન યોજના સાથે જોડાયેલી મહિલાઓના ખાતામાં ત્રણ મહિના સુધી 500 રૂપિયા આપવામાં આવશે. જેનાથી 20 કરોડ મહિલાઓને લાભ મળશે. આ સિવાય ઉજ્જવલા યોજના હેઠલ મદદ મેળવનારી 8 કરોડ મહિલા લાભાર્થીઓને 3 મહિના સુધી ફ્રી રસોઇ ગેસ આપવામાં આવશે.

આ પહેલા મંગળવારે કરવામાં આવેલી જાહેરાત અનુસાર, એપ્રિલ, મે 2020ના જીએસટી રિટર્ન અને કંપોઝિશન રિટર્ન માટે પણ અંતિમ તારીખ 30 જૂન 2020 સુધી વધારી દેવામાં આવી છે. 5 કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવર ધરાવતી કંપનીો પર જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટે કોઇ પણ વ્યાજ, દંડ અથવા લેટ ફી નહી લાગે. 5 કરોડ રૂપિયાથી વધુનો ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર મોડુ જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટે કોઇ લેટ ફી અથવા દંડ નહી લાગે, તેમની માટે વ્યાજ દર 9 ટકા કરી દેવામાં આવ્યુ છે. આગામી બે તિમાસીક સુધી અનિવાર્ય બોર્ડ મીટિંગ કરવા માટે 60 દિવસની છૂટ આપવામાં આવી છે.

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો