વાંકાનેરમાં પણ દુકાનદારે બે ગ્રાહક વચ્ચે અંતર રાખવાની પાટણ કલેકટરની રીત અપનાવી
કિશોરકુમાર ગોવિંદજી રાજવીરે આ રીત અપનાવવાની વાંકાનેરમાં પહેલ કરી…
કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારત ભરમાં 14 માર્ચ સુધી લોક્ડાઉન કરવામાં આવ્યુ છે. જો કે, જીવન જરૂરી વસ્તુઓ મળી રહેશે. કોરોના વાયરસની અસર અન્ય લોકોને ના થાય તે માટે બે વ્યક્તિ વચ્ચે થોડુ અંતર રાખવુ જરૂરી છે. જીવન જરૂરી શાકભાજી લેવા માટે લોકો ટોળે વળીને ઉભા રહે છે. જેને કારણે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ વધી જાય છે. પાટણના કલેક્ટરે જીવન જરૂરીયાત ધરાવતી વસ્તુઓની દુકાનો આગળ પેઇન્ટિંગનું કામ કરાવિને લોકો વચ્ચે અંતર રાખવાના નવા વિચાર અમલમા મૂકીને કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ઘટાડવાની પહેલ કરી છે. પાટણના કલેક્ટરની આ પહેલને લોકો બિરદાવેલ છે.
પાટણ કલેકટરના લોકો વચ્ચે અંતર રાખવાના વિચારને સરાહનાતો થઈ રહી છે પરંતુ તેમનું ઠેરઠેર અનુકરણ પણ થઈ રહ્યું છે. આવી પહેલ વાંકાનેરમાં આજે ગ્રીનચોકમાં આવેલ કિશોરકુમાર ગોવિંદજી રાજવીરની દુકાનની આગળ ગોળ ચકરડા કરીને તેમના ગ્રાહકો વચ્ચે અંતર રાખવાની પહેલ કરવામાં આવી છે. આ ગોળ ચકરડા થોડા થોડા ડિસ્ટન્સે હોય છે અને દરેક ગ્રાહકે ચકરડામાં ઊભું રહેવાનું હોય છે જેથી બે વ્યક્તિ વચ્ચે ચાર પાંચ ફૂટનું અંતર રહે જેના કારણે કોરોનાવાયરસનું સંક્રમણ થઇ ન શકે…
વાંકાનેરમાં આ લોકરક્ષક સમી રીતનો અમલ કારનાર કિશોરકુમાર રાજવીરને અભિનંદન અને જો આ રીત દરેક દુકાનદાર વ્યક્તિઓ વચ્ચે અંતર રાખવાની મેથડ અપનાવવામાં આવે તો ચોક્કસ કોરોનાવાયરસને ફેલાતો અટકાવી શકાય…
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…